Home> India
Advertisement
Prev
Next

Antilia Case: NIA ની મોટી કાર્યવાહી, પોલીસ અધિકારી Sachin Vaze ની ધરપકડ 

મુકેશ અંબાણીના ઘર 'એન્ટિલિયા'ની બહાર વિસ્ફોટકો ભરેલી કાર મળી આવી હતી. આ કેસમાં NIA એ મોટી કાર્યવાહી કરી છે. મુંબઈ પોલીસના અધિકારી સચિન વઝેની શનિવારે મોડી રાતે ધરપકડ કરવામાં આવી છે. 

Antilia Case: NIA ની મોટી કાર્યવાહી, પોલીસ અધિકારી Sachin Vaze ની ધરપકડ 

મુંબઈ: રાષ્ટ્રીય તપાસ એજન્સીએ એન્ટિલિયા કેસમાં મુંબઈ પોલીસના અધિકારી સચિન વઝેની ધરપકડ કરી લીધી છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર જે વિસ્ફોટકો ભરેલી ગાડી પાર્ક કરેલી હાલતમાં મળી આવી હતી તે કેસમાં આ ધરપકડ થઈ છે. આ કારના માલિક કહેવાતા મનસુખ હિરેનના મોત બાદ તેમની પત્ની એ સચિન વઝે પર હત્યાનો આરોપ લગાવતા ચકચાર મચી ગઈ હતી. ત્યારબાદ તેમની ધરપકડની માગણી થઈ રહી હતી. 

fallbacks

NIA ના અધિકારીઓએ 12 કલાકની લાંબી પૂછપરછ બાદ 13 માર્ચ એટલે કે શનિવારે રાતે 11.50 વાગે સચિન વઝેની ધરપકડ કરી. આ અગાઉ થાણેની કોર્ટે સચિન વઝેને વચગાળાના જામીન આપવાની ના પાડી હતી. NIA એ જણાવ્યું છે કે સચિનની આઈપીસીની કલમ 286, 465, 473, 506(2), 120 બી અને 4(a)(b)(I) વિસ્ફોટક પદાર્થ એક્ટ 1908 હેઠળ ધરપકડ કરાઈ છે. 

મુકેશ અંબાણીના ઘરની બહારથી મળી હતી વિસ્ફોટકો ભરેલી કાર
ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાથી થોડે દૂર એક વિસ્ફોટકો ભરેલી કાર મળી આવવાના મામલે NIA તપાસ કરી રહી છે. આ ઘટના 25 ફેબ્રુઆરી 2021ના દક્ષિણ મુંબઈની છે. કારમાંથી જિલેટિનની સ્ટિક્સ મળી આવી હતી. આ મામલે પ્રાથમિક તપાસ કરનારાઓમાં સચિન વઝે પણ સામેલ હતા. ત્યારબાદ તેમને કેસમાંથી હટાવવામાં આવ્યા હતા અને આ કેસની તપાસ NIA એ પોતાના હાથમાં લીધી. સચિન વઝે વિરુદ્ધ થાણેના પોલીસ અધિકારી મનસુખ હિરેનની સંદિગ્ધ મોતની પણ તપાસ થઈ રહી છે. મુકેશ અંબાણીના ઘરની બહાર મળી આવેલી કારના માલિક મનસુખ હિરેન હતા. જેઓ 5 માર્ચના રોજ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. 

5 માર્ચના રોજ હિરેનની હત્યા
વિસ્ફોટકો ભરેલી કારમાંથી ધમકી ભર્યો પત્ર પણ મળી આવ્યો હતો. હિરેને દાવો કર્યો હતો કે તે કાર તેમની છે પરંતુ ઘટનાના એક અઠવાડિયા પહેલા તે કાર ચોરી થઈ હતી. આ મામલે વળાંક ત્યારે આવ્યો જ્યારે હિરેન 5 માર્ચના રોજ થાણેમાં એક નદી કિનારે મૃત અવસ્થામાં મળી આવ્યો. હિરેનની પત્નીએ દાવો કર્યો કે તેમના પતિએ એસયુવી ગત વર્ષે નવેમ્બરમાં વઝેને આપી હતી અને તેમણે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં આ કાર પાછી આપી હતી. જો કે વઝેએ આ વાતનો ઈન્કાર કર્યો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ વિમલા હિરેન તરફથી હત્યાનો આરોપ લગાવવામાં આવ્યા બાદ સચિવ વઝે પોતે જ એટીએસ પાસે પહોંચ્યા હતા. એટીએસએ તેમની 10 કલાક સુધી પૂછપરછ કરી હતી. અત્રે જણાવવાનું કે હિરેનના મોતના કેસની તપાસ મહારાષ્ટ્ર એટીએસ કરી રહી છે. 

આજે કોર્ટમાં રજુ કરવામાં આવી શકે છે
NIA મુંબઈમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરથી થોડે દૂર મળી આવેલી વિસ્ફોટકો ભરેલી કાર મામલે તપાસ કરી રહી છે. શનિવારે આ મામલે પોલીસ અધિકારી સચિન વઝેની ધરપકડ કરવામાં આવી. આજે તેમને NIA કોર્ટમાં રજુ કરી શકે છે. NIAએ કહ્યું કે સચિન વઝેની આરસી સંખ્યા 01/2021/NIA/MUM હેઠળ આઈપીસીની કલમ 286, 465, 473, 506(2), 120 બી અને 4(a)(b)(I) વિસ્ફોટક પદાર્થ એક્ટ 1908 હેઠળ ધરપકડ કરાઈ છે. 

શનિવારે 11.30 વાગ્યાથી પૂછપરછ થઈ રહી હતી
સચિન વઝે શનિવારે સવારે 11.30 વાગ્યા દક્ષિણ મુંબઈ સ્થિત NIA ની ઓફિસ પહોંચ્યા હતા અને પોતાનું નિવેદન નોંધાવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ મુજબ સચિન વઝેએ શનિવારે NIA ઓફિસ જતા પહેલા એક રહસ્યમયી વોટ્સએપ સ્ટેટસ પણ લખ્યું હતું જેમાં તેમણે દાવો કર્યો હતો કે તેમને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે. 

PHOTOS: મમતા બેનર્જીને ઈજા થઈ કે ઈજાગ્રસ્ત કરવામાં આવ્યા? થાંભલા વિશે થઈ રહ્યા છે ચોંકાવનારા દાવા

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More