Home> Gujarat
Advertisement
Prev
Next

55 વર્ષ જૂના આ બ્રિજને બંધ કરી બનાવાશે સિક્સ લેનનો ઓવરબ્રિજ, રોજ દોઢ લાખ લોકોને થશે ફાયદો

new six-lane overbridge between Vishala-Narol: અમદાવાદમાં વધતી જતી વસતી અને વાહનચાલકોની સંખ્યાને પગલે ટ્રાફિક જામતો જાય છે. પૂર્વમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ હોય છે. પૂર્વમાંથી પશ્વિમમાં રોજ આવતા વાહનચાલકો રોજ પેટ્રોલનો ધૂમાડો કરે છે. ત્યારે વિશાલાથી નારોલ સુધી 6 લેનનો બ્રિજ બનવા જઈ રહ્યો છે. વિશાલા-નારોલ વચ્ચે નવો સિક્સ લેનનો ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. 

55 વર્ષ જૂના આ બ્રિજને બંધ કરી બનાવાશે સિક્સ લેનનો ઓવરબ્રિજ, રોજ દોઢ લાખ લોકોને થશે ફાયદો

વિશાલા-નારોલ વચ્ચે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા નવો સિક્સ લેન બ્રિજ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. હાલનો શાસ્ત્રી બ્રિજ જર્જરિત થતાં જરૂરિયાત ઊભી થઈ છે. જેના કારણે વિશાલા-નારોલ વચ્ચે નવો સિક્સ લેનનો ઓવરબ્રિજ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ બ્રિજ 600 મીટર લાંબો હશે એનું તેનું કામ 2 વર્ષમાં પૂરું થશે. અહીં પસાર થતાં રોજના 1.04 લાખ વાહનોને ફાયદો થશે. 

fallbacks

અમદાવાદ બન્યું ભારતમા સૌથી સુરક્ષિત શહેર; જાહેર થયો રિપોર્ટ, જાણો સમગ્ર શહેરોની યાદી

ટ્રાફિકમાંથી મુક્તિ મળશે
હાલ પૂર્વના વિસ્તારોમાં રહેતા લોકોને પશ્ચિમ વિસ્તારમાં આવવું હોય તો આ હાઈવે મહત્વનો માર્ગ ગણાય છે. પરંતુ આ હાઈવે ચોવીસ કલાક સતત ટ્રાફિકથી ધમધમતો હોય છે. ત્યારે એકવાર જો વિશાલા-નારોલ હાઈવે બની જશે, તેના બાદ પૂર્વ કે પશ્ચિમ વિસ્તારના લોકો સડસડાટ ગાડી દોડાવીને પોતાના ગંતવ્ય સુધી પહોંચી જશે. 

2011 ની જેમ જાપાનમાં ફરી સુનામી આવશે? જાહેર કરાઈ ચેતવણી, ન્યુક્લિયર પ્લાન્ટને....

હાલમાં બ્રિજના પિલર માટે ખોદકામની કામગીરી શરૂ કરી દેવાઈ છે. હાલમાં જે બ્રિજ ચાલુ છે તે 55 વર્ષ જૂનો છે. હાલનો હયાત બ્રિજ ફોર લેનનો છે જેને સંપૂર્ણપણે તોડી પાડવામાં આવશે. હાલમાં પિલરનું સ્ટ્રક્ચર બનાવી ટેસ્ટિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારબાદ પિલર ઊભા કરવામાં આવશે.

કેવી રીતે આવી હતી 19 હજાર લોકોને મોતની નીંદ સુવાડનાર સુનામી? જુઓ ખૌફનાક વીડિયો

નેશનલ હાઈવે ઓથોરિટી નવા બ્રિજ પર નોઈઝ બેરિયર અને રિફ્લેક્ટિવ પોલ્સ લગાવશે. જેથી સામેથી આવનારા વાહનચાલકોને રાતના સમયે પ્રકાશના કારણે અકસ્માતની સમસસ્યા ન સર્જાય. બીજી બાજુ વિશાલાથી નારોલ તરફ જતાં ટુ-લેનને સર્વિસ રોડ પણ બનાવાશે જેના પરથી નાના વાહનો પસાર થઈ શકશે.

બાલાસિનોરના ભાજપના પૂર્વ ધારાસભ્ય અને અમૂલ ડેરીના ડીરેકટરના પુત્ર સામે મધરાતે ફરિયાદ

વિશાલાથી સરખેજ ફ્લાયઓવર 6 લેન બનાવાશે
ઉલ્લેખનીય છે કે, નારોલ જંક્શનથી વિશાલા-સરખેજ જંકશન સુધી nhai દ્વારા 1200 કરોડના ખર્ચે નિર્માણ પામનારા એલિવેટેડ ફલાયઓવરનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી ખાતમુહૂર્ત કરાયું હતું. હવે ટ્રાફિકથી ધમધમતો વિશાલા નારોલ બ્રિજ 6 લેનનો બનશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More