મૌલિક ધામેચા/અમદાવાદઃ વિદેશમાં નોકરી(Job in Abroad) આપવવાના બહાને છેતરપીંડી(Cheating) કરનાર કેમરૂનીયન ગેંગના એક શખ્સની સાયબર ક્રાઈમ(Cyber Crime) દ્વારા ધરપકડ કરાઈ છે. આ ગેંગે શહેરના એક દંપતિ પાસેથી રૂ. 32 લાખની છેતરપીંડી(Cheating) આચરી છે.
અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ(Ahmedabad Cyber Crime Branch) દ્વારા આ ઘટનામાં પકડવામાં આવેલા આરોપીનું નામ ફાઉડજે ક્રિસ્ટેલ ઓબેહી અને તે મૂળ નાઇજીરિયાનો રહેવાસી છે. આરોપી દિલ્હીમાં રહી હતો હતો અને તેણે પોતાની ગેંગનું નામ કેમરૂનિયન ગેંગ રાખ્યું હતું. આરોપીએ ફરિયાદી પાસેથી વિદેશમાં નોકરી અપાવવાના બહાને થોડા-થોડા કરીને રૂ. 32 લાખ પડાવી લીધા હતા.
જામનગરમાં ડીપી કપાતના અસરગ્રસ્તોને વળતર ચૂકવવા બાબતે 25 વર્ષથી તંત્રના ઠાગાઠૈયા
આરોપીએ ફરિયાદીને ખાનગી કંપનીમાં એસ્ટેટ મેનેજર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકેની નોકરી અપાવવા માટે માસિક ₹ 4.5 લાખના પગારની ઓફર આપી હતી. ફરિયાદી પાસેથી રૂપિયા લઈ લીધા પછી આરોપીઓ તરફથી યોગ્ય જવાબ ન મળતાં તેને છેતરાયા હોવાનો અહેસાસ થયો હતો. ત્યાર પછી તેમણે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી.
જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં બે આરોપીના જામીન મંજૂર... જુઓ વીડિયો.....
આ ગેંગ પોતાની અલગ મોડેસ ઓપરેન્ડીથી વિદેશમાં નોકરી મેળવવા ઇચ્છતા લોકોને ટાર્ગેટ કરતા અને તેના ડેટા મેળવી અલગ-અલગ કંપનીમાં વેકેન્સી હોવાનું કહી ડોક્યુમેન્ટ મગાવતા હતા. ઝડપાયેલા આરોપી ફ્રાઉડજે ક્રિસ્ટલ વિદેશમાં નોકરી ઇચ્છુક સાથે વાતચીત કરી ડુપ્લીકેટ લેટર તૈયાર કરી વિશ્વાસ કેળવતો હતો અને ત્યાર પછી રૂપિયા પડાવતો હતો. અગાઉ આરોપી નાર્કોટિક્સના ગુનામાં બેંગલોર ખાતે પણ ઝડપાઇ ચૂકયો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે