Home> India
Advertisement
Prev
Next

Maharashtra: ઠાકરેની સરકારમાં એક જ ડે.સીએમ અને તે પણ NCPમાંથી હશે, જાણો કોંગ્રેસને શું મળ્યું?

મહારાષ્ટ્ર(Maharashtra) માં આજે એનસીપી, કોંગ્રેસ અને શિવસેના(Shivsena)ના વરિષ્ઠ નેતાઓ વચ્ચે સરકાર બનાવવાને લઈને મહત્વની બેઠક થઈ. કોંગ્રેસ(Congress) તરફથી આ બેઠકમાં જ્યાં અહેમદ પટેલ, અને મલ્લિકાર્જૂન ખડગે હાજર રહ્યાં ત્યાં શિવસેના તરફથી પાર્ટી ચીફ ઉદ્ધવ ઠાકરે અને એનસીપી ચીફ શરદ પવાર(Sharad Pawar) આ બેઠકમાં હાજર રહ્યાં હતાં.

Maharashtra: ઠાકરેની સરકારમાં એક જ ડે.સીએમ અને તે પણ NCPમાંથી હશે, જાણો કોંગ્રેસને શું મળ્યું?

મુંબઈ: મહારાષ્ટ્ર(Maharashtra) માં આજે એનસીપી, કોંગ્રેસ અને શિવસેના(Shivsena)ના વરિષ્ઠ નેતાઓ વચ્ચે સરકાર બનાવવાને લઈને મહત્વની બેઠક થઈ. કોંગ્રેસ(Congress) તરફથી આ બેઠકમાં જ્યાં અહેમદ પટેલ, અને મલ્લિકાર્જૂન ખડગે હાજર રહ્યાં ત્યાં શિવસેના તરફથી પાર્ટી ચીફ ઉદ્ધવ ઠાકરે અને એનસીપી ચીફ શરદ પવાર(Sharad Pawar) આ બેઠકમાં હાજર રહ્યાં હતાં. બેઠકમાં ત્રણેય પક્ષોએ સંયુક્ત રીતે નિર્ણય લીધો કે મહારાષ્ટ્રમાં એક જ નાયબ મુખ્યમંત્રી (Deputy Chief Minister) રહેશે અને તે એનસીપીના હશે. એનસીપી નેતા પ્રફુલ્લ પટેલે(Praful Patel) બેઠક પૂરી થયા બાદ આ બેઠક અંગે પત્રકારોને માહિતી આપી. 

fallbacks

મહારાષ્ટ્ર: ઉદ્ધવ ઠાકરેની તાજપોશી પહેલા લાગ્યા પોસ્ટર-અજિત પવારને ગણાવ્યાં ભાવિ મુખ્યમંત્રી

પ્રફુલ્લ પટેલે જણાવ્યું કે આજે સાંજે થયેલી બેઠકમાં ત્રણેય પક્ષોના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યાં હતાં. આ બેઠકમાં ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર, અને અહેમદ પટેલ તથા મલ્લિકાર્જૂન ખડગેજી હાજર રહ્યાં હતાં. પ્રફુલ્લ પટેલે કહ્યું કે આ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે મહારાષ્ટ્રમાં ફક્ત એક જ ડેપ્યુટી સીએમ હશે જે એનસીપીના હશે. આ ઉપરાંત વિધાનસભા અધ્યક્ષનું પદ કોંગ્રેસને ફાળે જશે. 

Big News: મહારાષ્ટ્રમાં BJPનો ખેલ બગાડનારા શરદ પવાર હવે બની શકે છે 'સુપર બોસ'

દરેક પક્ષમાંથી એક-બે મંત્રી શપથ લઈ શકે છે
તેમણે એમ પણ કહ્યું કે હજુ સુધી એ નિર્ણય નથી લેવાયો કે મહારાષ્ટ્રમાં  કેટલા મંત્રીઓ શપથ લેશે. જો કે એ જરૂર છે કે ત્રણેય પક્ષોમાંથી એક કે બે મંત્રીઓને શપથ લેવડાવવામાં આવશે. પટેલે કહ્યું કે મંત્રીઓની સૂચિ પર આજ રાત સુધીમાં નિર્ણય લેવાઈ જશે. 

જુઓ LIVE TV

અજિત પવારને ડેપ્યુટી સીએમ બનાવવાની અટકળો
અત્રે જણાવવાનું કે બુધવારે ત્રણેય  પક્ષોના નેતાઓ વચ્ચે મુંબઈના વાઈબી ચૌહાણ સેન્ટરમાં બેઠક યોજાઈ હતી. આ બેઠક વચ્ચે અનેકવાર એવા અહેવાલો સામે આવ્યા હતાં કે એનસીપી તરફથી અજિત પવાર (Ajit Pawar) ને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવી શકે છે. જો કે બેઠક બાદ જ્યારે પ્રફુલ્લ પટેલને આ અંગે સવાલ કરાયો તો તેમણે તેના પર કોઈ પણ પ્રતિક્રિયા આપવાની ના પાડી દીધી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More