ગાંધીનગરઃ બિનખેતીને લઇ પરવાનગી મેળવવામાં પડતી હાલાકીથી હવે લોકોને રાહત મળશે. લાભપાંચમ બાદ રાજ્યની તમામ જિલ્લા કલેકટર કચેરીમાં બિન ખેતી જમીન માટેની પરવાનગી પ્રક્રિયા ઓનલાઇન કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. તમામ જિલ્લા પંચાયતોમાં બિનખેતી (NA) ની પરવાનગી પ્રક્રિયા ઓનલાઇન થઇ જશે. અગાઉ મહેસૂલ વિભાગે પ્રાયોગિક ધોરણે અમદાવાદ અને ગાંધીનગરની કલેકટર કચેરીમાં NA ની ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. અગાઉ બિન ખેતી માટેની પરવાનગી લાંબી અને જટીલ હોવાથી લોકોને પારવાર હાલાકી પડતી હતી.
નોંધનીય છે કે, 15મી ઓગસ્ટના દિવસે મુખ્યપ્રધાન દ્વારા બિનખેતી પરવાનગી પ્રક્રિયાને ઓનલાઈન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ 23 ઓગસ્ટથી અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં ઓનલાઈન પ્રક્રિયાનો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો હતો.
આ બંન્ને જિલ્લામાં છેલ્લા ત્રણ મહિનામાં 1000 જેટલી ઓનલાઈન અરજીઓ મળી હતી. ત્યારબાદ આ પ્રક્રિયા સમગ્ર રાજ્યમાં લાગું કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવાયો છે.
શું છે આ ઓનલાઈન પદ્ધતિની વિશેષતા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે