Home> India
Advertisement
Prev
Next

એન્કાઉન્ટર : જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ રડારમાં, સેનાએ આતંકવાદીઓને ચારે બાજુથી ઘેરી લીધા

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ દ્વારા હુમલાઓને અંજામ આપવામાં આવી રહ્યો છે ત્યારે આજે બપોરે ગાંદેરબલના શુહમામાં આતંકીઓ છુપાયેલા હોવાની બાતમીને આધારે સેનાએ અહીં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આતંકીઓને ચારે બાજુથી ઘેરી લેવાયા છે

એન્કાઉન્ટર : જમ્મુ કાશ્મીરમાં આતંકીઓ રડારમાં, સેનાએ આતંકવાદીઓને ચારે બાજુથી ઘેરી લીધા

કાશ્મીર : જમ્મુ કાશ્મીરના ગાંદેરબલમાં આતંકીઓ અને સુરક્ષા બળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. સેના દ્વારા આતંકીઓને ચારે બાજુથી ઘેરી લેવાયા છે અને આતંકીઓને પકડવા, ઠાર કરવા ઓપરેશન હાથ ધરાયું છે. બંને તરફથી સામ સામે ગોળીબારી ચાલી રહી છે. આ ઓપરેશન સોમવારે સવારથી હાથ ધરવામાં આવ્યું છે. 

fallbacks

ગાંદેરબલના શુહમામાં આતંકીઓ છુપાયેલા હોવાની બાતમીને આધારે સેનાની ખાસ ટુકડીએ આ વિસ્તારને ઘેરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સેનાએ ચારે બાજુથી ઘેરી લેતાં અને બચવાનો કોઇ આરો ન દેખાતાં આતંકીઓ દ્વારા ગોળીબારી શરૂ કરવામાં આવી છે. જેના જવાબમાં સેના પણ વળતો જવાબ આપી રહી છે. 

આ પહેલા શોપિયામાં શનિવારે સુરક્ષાબળોને એક મોટી સફળતા મળી હતી. શોપિયામાં સુરક્ષાબળો અને આતંકીઓ વચ્ચે થયેલી અથડામણમાં સેનાએ બે આતંકીઓને ઠાર કર્યા હતા. બંને આતંકીઓ હિઝબુલ મુઝાહિદ્દીનના હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More