Home> Gujarat
Advertisement
Prev
Next

જન્મ મરણ અંગેના સર્ટિફિકેટ મેળવવા હવે થશે મોંઘા! ગુજરાત સરકારના આદેશ બાદ AMCએ કર્યો નિર્ણય

Birth certificate fees Gujarat: જન્મ મરણ અંગેના સર્ટિફિકેટ મેળવવા હવે મોંઘા થવા જઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આદેશ બાદ amc એ આ નિર્ણય કર્યો છે. 

 જન્મ મરણ અંગેના સર્ટિફિકેટ મેળવવા હવે થશે મોંઘા! ગુજરાત સરકારના આદેશ બાદ AMCએ કર્યો નિર્ણય

Birth certificate fees Gujarat: ગુજરાતમાં હવે જન્મ અંગેના સર્ટિફિકેટમાં ધરખમ વધારો કર્યો છે. આ નવા નિયમો લાગૂ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે નાગરિકોને આ સેવાઓ માટે હવે વધુ ખર્ચ કરવો પડશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ નિર્ણયથી સામાન્ય લોકો પર સીધી અસર પડશે.

fallbacks

ગુજરાતમાં વરસાદ છોતરા કાઢી નાંખશે! વરસાદી સિસ્ટમ સક્રિય થતા આ વિસ્તારોમાં મેઘો વરસશે

જન્મ મરણ અંગેના સર્ટિફિકેટ મેળવવા હવે મોંઘા થવા જઈ રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આદેશ બાદ amc એ આ નિર્ણય કર્યો છે. જુદા જુદા હેતુ અને સમય મર્યાદા મુજબ માટે વિવિધ ચાર્જ જાહેર કરવામાં આવ્યા છે. આ ફી વધારો તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2018 બાદ વિવિધ ફીમાં વધારો કરાયો છે.

'આંખ મારે ઓ લડકી', સોંગ પર ગુજરાતની આ યુનિવર્સિટીના કુલપતિએ લગાવ્યા ઠુમકા, થયો વિવાદ

અગાઉ AMCએ બર્થ સર્ટિફિકેટમાં ફક્ત એક જ વખત થઈ શકશે સુધારો!
જો તમે હવે નામ, પિતાનું નામ અને અટક સહિતની નોંધાયેલી વિગતો સુધારવા માટે જન્મ અને મૃત્યુ રજીસ્ટ્રારની કચેરીએ જાઓ ત્યારે ખાતરી કરજો કે તમે આપેલી વિગતોની જોડણી ખોટી નથી. કેમ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા એક નવો નિયમ બનાવવામાં આવ્યો હતો. 

Airbagsથી પણ જઈ શકે છે જીવ! કારમાં બેસતા સમયે આ વાતોનું રાખો ધ્યાન, કેવી રીતે કરે...

નામ બદલવાની વારંવારની વિનંતીઓથી તંગ આવી ગયેલા AMCએ આખરે એક મોટો નિર્ણય લીધો હતો. જે મુજબ હવે જન્મ કે મૃત્યુના પ્રમાણપત્રમાં ફક્ત એક વખત સુધારો કરી શકાશે અને ત્યારબાદ તેમાં કોઈ સુધારો કરી શકાશે નહીં. જ્યોતિષીય સલાહ મુજબ સુધારા-વધારા કરવા અને 'ભાઈ' અથવા 'કુમારી' જેવા સન્માનિતને દૂર કરવા માટે હવે એકથી વધુ વખત ફેરફારો કરવામાં આવશે નહીં.

અપડેટ; 1.15 કરોડ લોકોનો વધ્યો પગાર, ક્યારે મળશે વધારવામાં આવેલું મોંઘવારી ભથ્થું?

વર્ષ 2024ના પ્રથમ છ મહિનામાં જ નામમાં સુધારો કરવાની વિનંતોમાં બે ગણો વધારો થયો હતો. પ્રથમ છ મહિનામાં જ સુધારા-વધારા કરવા માટે AMCને 50,000થી વધુ અરજીઓ મળી છે. જે આટલી અરજીઓ 2023ના આખા વર્ષ દરમિયાન મળી હતી. આવી અરજીઓની સંખ્યા સતત વધી રહી હોવાના કારણે AMCને આરોગ્ય ભવનમાં રજિસ્ટ્રાર ઓફિસમાં નવી પ્રતિબંધિત નીતિઓની નોટિસ મૂકવાની ફરજ પડી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More