Vitamin B 12: શરીરને સ્વસ્થ રાખવું હોય તો બધા જ પોષકતત્વો જરૂરી છે. જો કોઈ વિટામિનની ઊણપ સર્જાય તો શરીરના વિકાર અને કામકાજને અસર થાય છે. ખાસ કરીને વિટામિન બી 12 શરીરમાં ઓછું થઈ જાય તો શરીરની કામકાજ કરવાની એનર્જી પ્રભાવિત થાય છે.
આ પણ વાંચો: Obesity: અચાનક વધેલું વજન શરીરની અંદરના આ 5 અંગને કરી શકે છે ડેમેજ, સમયસર ચેતી જવું
વિટામિન B 12 શરીરમાં રેડ બ્લડ સેલ્સ, ડીએનએ અને ન્યૂરોનના પ્રોડક્શનને પ્રભાવિત કરે છે. શરીરમાં વિટામિન B 12 નું યોગ્ય લેવલ હોવું જોઈએ. જો વિટામિન B 12 ઘટી જાય તો દવા અને ઈન્જેકશન લેવા પડે છે. જો કે વિટામિન B 12 નેચરલી વધારવું હોય તો દૂધમાં ખજૂર ઉમેરીને પી શકાય છે.
આ પણ વાંચો: ડાયાબિટીસ હોય તો સવારે જાગીને કરો આ યોગાસન, દવા ખાવાની ઝંઝટથી મુક્ત થઈ શકો છો
વિટામિન B 12 ની ઊણપના લક્ષણો
જો શરીરમાં વિટામિન B 12 ની ઊણપ હોય તો સતત થાક લાગે છે, નબળાઈ અનુભવાય છે અને હાથ-પગમાં ઝણઝણાટી થાય છે. વ્યક્તિને ભૂખ ઓછી લાગે છે અને ચહેરો સોજી જાય છે. કામ કરવામાં પણ શ્વાસ ફુલી જાય છે. દર્દીની ત્વચા ઢીલી પડી જાય છે. વિટામિન B 12 ઓછું હોય તો સ્નાયૂ નબળા પડી જાય છે અને વજન ઘટવા લાગે છે.
આ પણ વાંચો: Watermelon: ઉનાળામાં આ 4 લોકોએ રોજ ખાવું તરબૂચ, જાણો તરબૂચ ખાવાથી થતા લાભ વિશે
ખજૂર દૂધના ફાયદા
દૂધમાં વિટામિન B 12 હોય છે. જો તમે રાતના સમયે દૂધમાં ખજૂર ઉમેરીને લેવાનું શરુ કરો છો તો વિટામિન B 12 નું સ્તર વધી શકે છે. નિયમિત રીતે ખજૂર દૂધ લેવાથી ડાયજેશન પણ મજબૂત થાય છે. ખજૂરમાં ફાઈબર, પોટેશિયમ ભરપુર માત્રામાં હોય છે. નિયમિત રીતે દૂધ અને ખજૂર લેવાથી ઓવરઓલ હેલ્થ પણ બુસ્ટ થાય છે. દૂધ ખજૂર ઉપરાંત ડાયટમાં પનીર, દહીં, ઈંડા પણ સામેલ કરી શકાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે