Home> Gujarat
Advertisement
Prev
Next

લવ જેહાદનો વધારે એક કિસ્સો: આનંદ નગરની યુવતીને લગ્નનાં નામે ફસાવીને VIDEO બનાવ્યો અને...

શહેરમાં વધુ એક લવ જેહાદ નો કિસ્સો સામે આવ્યો છે. વિધર્મી યુવકે પોતાની ઓળખ છૂપાવીને મહિલાને પ્રેમજાળમાં ફસાવી અને તેના ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું. જો કે અંતે નરાધમ યુવકનો ભાંડો ફૂટી જતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.

લવ જેહાદનો વધારે એક કિસ્સો: આનંદ નગરની યુવતીને લગ્નનાં નામે ફસાવીને VIDEO બનાવ્યો અને...

મૌલિક ધામેચા/અમદાવાદ : શહેરમાં વધુ એક લવ જેહાદ નો કિસ્સો સામે આવ્યો છે. વિધર્મી યુવકે પોતાની ઓળખ છૂપાવીને મહિલાને પ્રેમજાળમાં ફસાવી અને તેના ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું. જો કે અંતે નરાધમ યુવકનો ભાંડો ફૂટી જતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.

fallbacks

વિદેશમાં બેઠા બેઠા ગુજરાત પર કરે છે રાજ, ઇચ્છે તેને મરાવી નાખે, પોલીસ વાળ પણ વાંકો નથી કરી શકતી !

શહેરના આનંદ નગર વિસ્તારમાં લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે. આનંદ નગરમાં રહેતી યુવતીને વિધર્મી યુવકે પોતે હિન્દુ હોવાની ઓળખ આપીને તેની પ્રેમજાળમાં ફસાવી હતી. યુવક તેના ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને અલગ અલગ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. જો કે અંતે આ યુવક વિધર્મી હોવાની જાણ થતાં જ યુવતીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.

બંધ પેપર મીલમાં સિક્યુરિટી ગાર્ડ પગ બંધાયેલી હાલતમાં મળ્યો, પોલીસ તપાસમાં થયા એવા ઘટસ્ફોટ કે...

યુવતીનો આરોપ છે કે, આરોપી તેને ચોટીલા, સાણંદ, જૂનાગઢ અને જુહાપુરા લઈ ગયો હતો. આજથી લગભગ ૧૪ મહિના અગાઉ આરોપી યુવતીના ઘરે ઇલેક્ટ્રિક કામ કરવા માટે આવ્યો હતો. ત્યારબાદ બંને એક બીજાના સંપર્કમાં આવ્યા હતા. ત્યાર બાદ આરોપીએ યુવતીને પોતાનું નામ પીન્ટુ ઠાકોર હોવાનુ કહીને તેને પ્રેમજાળમાં ફસાવી હતી. જો કે ફરિયાદી યુવતીનો આરોપ છે કે, આરોપી તેને મારઝૂડ પણ કરતો હતો. યુવતીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે આરોપીને ઝડપી લીધો છે. જેનું નામ રમઝાન ઘાંચી અને પોતે જુહાપુરાનો રહેવાસી હોવાનુ જાણવા મળ્યુ છે. હાલમાં પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More