Gujarat Bharti Kaubhad : વધુ એક પરીક્ષામાં ગેરરીતિ થયાના વિદ્યાર્થી નેતાના આરોપ ઉઠ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવ્યા છે. વલ્લભ વિદ્યાનગરની કોલેજમાં ભરતીમાં ગેરરીતિનો આરોપ થયો છે. ચારૂતર વિદ્યામંડળની એસ.એમ.પટેલ કોલેજમાં ગેરરીતિનો આરોપ ઉઠ્યો છે.
વધુ એક પરીક્ષામાં ગેરરીતિ થઈ હોવાના વિધાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ લગાવ્યો છે. આણંદની ચારૂતર વિદ્યામંડળ સંચાલિત એસ.એમ.પટેલ કોલેજમાં ભરતીમાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ ઉઠ્યા છે. પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ કરી દીધા બાદ પણ માનીતા ઉમેદવારો ન મળતા મંડળ દ્વારા 1 વર્ષથી સિલેક્ટ થયેલ ઉમેદવારને નિમણૂક પત્ર નથી અપાયા. ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હોવા છતાંય છેલા 1 વર્ષ થી નિમણૂક પત્ર આપવામાં આવતા નથી.
ઓલિમ્પિક માટે સરકારે શરૂ કરી તૈયારી, આ વિભાગમાં કરાશે ભરતી
મંડળ દ્વારા લેબ આસિસ્ટન્ટ માટે તા.૦૮/૦૨/૨૦૨૪ ની જાહેર ખબર પ્રસિદ્ધ થઈ હતી. ઉમેદવારે ઉમેદવારી નોંધાવી અને પ્રિલિમ પરીક્ષા 29/09/2024 એ આપી. 03/10/2024 ના રોજ CPT લેવામાં આવી. એસ.એમ.પટેલ કોલેજ મારફતે એક દિવસ બાદ ફાઈનલ મેરીટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવી. મેરીટમાં આવેલ ઉમેદવારોના પ્રમાણપત્રો ચકાસણી (DV) કરવામાં આવ્યા.
છતાં નિમણુંક પત્ર આપવાની વાતને 7 મહિના વીતી ગયા પણ નિમણુંક પત્રની જગ્યાએ હંમેશા બસ હૈયા ધારણા અને વાયદા જ મળ્યા. થોડા દિવસ પહેલા કહેવામાં આવ્યું કે ભરતી કરવા માટે પૂર્વ મંજૂરી મળેલ નથી એટલે પરીક્ષા રદ કરવામાં આવે છે.
મહત્વનું છે કે, આણંદના વલ્લભવિદ્યાનગર સ્થિત ચારૂતર વિદ્યામંડળ સંચાલિત એસ.એમ.પટેલ કોલેજમાં ભરતીમાં ગેરરીતિનો આરોપ લાગ્યો છે. લેબ આસિસ્ટન્ટની વર્ષ 2024ના ફેબ્રુઆરી માસમાં ભરતી જાહેર થઈ હતી. જે બાદ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પરીક્ષા લેવાઈ હતી. જે બાદ મેરીટમાં આવેલા ઉમદેવારોના પ્રમાણપત્રો પણ ચકાસણી કરવામાં આવ્યા હતા. જો કે, ભરતી પ્રક્રિયા પૂર્ણ થયાને એક વર્ષ થયા બાદ પણ હજુ સુધી ઉમેદવારોને નિમણૂકપત્રોના બદલે માત્ર હૈયા ધારણા જ આપવામાં આવી છે. સમગ્ર મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગંભીર આરોપ લગાવીને વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવી માંગ કરી છે.
ગુજરાતમાં કોરોનાથી હાહાકાર : એક જ દિવસમાં નવા 170 કોરોના કેસ, સાવધાન રહેવાની જરૂર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે