Tata Elcsi: શેર બજારમાં ડિવિડન્ડ અને બોનસ઼ શેરની મોસમ ચાલી રહી છે. હવે ટાટા ગ્રુપની કંપનીએ પણ ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપનીએ આ ડિવિડન્ડ માટે 11 જૂન 2025ને રેકોર્ડ ડેટ નક્કી કરી છે. એટલે કે જે ઈન્વેસ્ટરો પાસે આ દિવસે કંપનીના શેર આ દિવસે રહેશે તેને 75 રૂપિયાનો લાભ મળશે. આ પહેલા કંપની 25 જૂન 2024ના એક્સ-ડિવિડન્ડ ટ્રેડ થઈ હતી. ત્યારે કંપનીએ એક શેર પર 70 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું.
ટાટા એલેક્સી લિમિટેડ તરફથી નિયમિત સમયે ઈન્વેસ્ટરોને ડિવિડન્ડ આપવામાં આવે છે. કંપનીએ પ્રથમવાર 2001મા ઈન્વેસ્ટરોને ડિવિડન્ડ આપ્યું હતું. ત્યારે કંપનીએ એક શેર પર 2.5 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું હતું. ત્યારબાદ કંપનીએ 2007મા પ્રતિ શેર 7 રૂપિયાનું ડિવિડન્ડ ઈન્વેસ્ટરોને આપ્યું હતું.
આ પણ વાંચોઃ 30 લાખની હોમ લોન પર હવે 4.63 lakh ની બચત થશે, લોન ચાલતી હોય તો આ રીતે કરો ગણતરી
ટાટા ગ્રુપની આ કંપની ઈન્વેસ્ટરોને બોનસ શેર પણ આપી ચૂકી છે. કંપનીએ 2017મા ઈન્વેસ્ટરોને બોનસ શેરની ભેટ આપી હતી. ત્યારે એક શેર પર એક ફ્રી શેર યોગ્ય ઈન્વેસ્ટરોને આપવામાં આવ્યો હતો.
શેર બજારમાં કેવું છે કંપનીનું પ્રદર્શન?
શુક્રવારે કંપનીના શેર 0.32 ટકાના ઘટાડા બાદ 6469.45 રૂપિયાના લેવલ પર બંધ થયા હતા. છેલ્લા ત્રણ મહિના દરમિયાન કંપનીના શેરની કિંમતમાં 14 ટકાની તેજી આવી છે. પરંતુ ત્યારબાદ પણ ટાટા ગ્રુપનો આ શેર 1 વર્ષમાં 6.61 ટકા તૂટ્યો છે. મહત્વનું છે કે ટાટા એલેક્સી લિમિટેડનો 52 વીક હાઈ 9082.90 રૂપિયા અને 52 વીકનું લો લેવલ 4601.05 રૂપિયા છે. કંપનીનું માર્કેટ કેપ 40294 કરોડ રૂપિયાનું છે.
આ પણ વાંચોઃ Bonus Issue: આ બે કંપનીઓએ કરી બોનસ શેરની જાહેરાત, ફ્રીમાં મળશે 7 શેર
(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય એડવાઇઝરની સલાહ લો)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે