Home> Gujarat
Advertisement
Prev
Next

સુરતમાં લુગ્દી માંજો બનાવવા માટે એકમાત્ર સરનામુ બચ્યું છે ‘જાદવ પરિવાર’

 પોંક અને પતંગ માટે જાણીતા સુરતમા પતંગ માટેની પરંપરાગત લુગ્દીથી ઘસાતા દોરોની ડિમાન્ડ હોવા છતાં કારીગરોની અછતને કારણે કળા હવે લુપ્ત થતી જઇ રહી છે. જો કે સુરતના એક વિસ્તારમા છેલ્લા 100 વર્ષથી લુગ્દીથી દોરી ઘસવાનું કામ એક પરિવાર કરી રહ્યો છે. બાપદાદાનો ધંધો અને ઓળખ ટકાવી રાખવા તેઓ આ પરંપરા જાળવવા પ્રયાસ કરી રહ્યા છે.  

સુરતમાં લુગ્દી માંજો બનાવવા માટે એકમાત્ર સરનામુ બચ્યું છે ‘જાદવ પરિવાર’

ચેતન પટેલ/સુરત : પોંક અને પતંગ માટે જાણીતા સુરતમા પતંગ માટેની પરંપરાગત લુગ્દીથી ઘસાતા દોરોની ડિમાન્ડ હોવા છતાં કારીગરોની અછતને કારણે કળા હવે લુપ્ત થતી જઇ રહી છે. જો કે સુરતના એક વિસ્તારમા છેલ્લા 100 વર્ષથી લુગ્દીથી દોરી ઘસવાનું કામ એક પરિવાર કરી રહ્યો છે. બાપદાદાનો ધંધો અને ઓળખ ટકાવી રાખવા તેઓ આ પરંપરા જાળવવા પ્રયાસ કરી રહ્યા છે.  

fallbacks

હવે કિંજલ દવે નહિ ગાઈ શકે ‘ચાર ચાર બંગડીવાળી લાવી દઉઁ...’ ગીત, આ કારણે મૂકાયો પ્રતિબંધ 

સુરતનો માંજો સમગ્ર દેશ સહિત વિશ્વમા પ્રખ્યાત છે. અહી વિવિધ શહેરોના લોકો ઉત્તરાયણના પર્વ પહેલા દોરી ઘસાવવા માટે ખાસ આવતા હોય છે. વર્ષો પહેલા લોકો લુગ્દી માંજો ઘસાવતા હતા અને તેની માંગ પણ સૌથી વધુ રહેતી હતી. જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તેની ડિમાન્ડ ઘટતી ગઈ, અને જેને કારણે તેના કારીગરો પણ ઓછા થતા ગયા હતા. જોકે વર્ષોથી ચાલી આવતી આ પરંપરા સુરતના એક વૃદ્ધે ટકાવી રાખી છે. સુરતના મહિધરપુરા વિસ્તારમા રહેતા જતીનભાઇ જાદવ જ્યારથી સમજતા થયા ત્યારથી તેમના પિતા-દાદા સાથે લુગ્દી દોરી ઘસી રહ્યા છે. 

fallbacks

આ ગુજરાતી યુવાનનું ગીત ‘ચાર ચાર બંગડીવાળી’ ચોરી કર્યાનો કિંજલ દવે પર છે આરોપ 

અંદાજિત 100 વર્ષથી તેમનો આ વ્યવસાય ચાલતો આવ્યો છે. હજી પણ કેટલાક એવા લોકો છે જેઓ લુગ્દી માંજો ઘસાવવાનો આગ્રહ રાખે છે. હાલના સમયમા માંજો ફીરકા ઉપર ઘસવામા આવે છે. જો કે જતીનભાઇ આ માંજો ખુદ પોતાના હાથે જ તૈયાર કરે છે અને પોતાના હાથથી જ માંજો ઘસે છે. માંજો તૈયાર કરતા એક કલાકથી વધુનો સમય જાય છે તથા તેને ઘસવામા જો પૂરતુ ધ્યાન રાખવામા નહિ આવે તો હાથના આગળા કાપી નાંખે છે. આ કામમા મહેનત વધુ અને વળતર ઓછું મળે છે. 

રાશિફળ 5 જાન્યુઆરી : આ રાશિવાળાઓને આજે કરિયરમાં મળશે મોટા Good news

fallbacks

હાલ પરિસ્થિતિ એવી ઉભી થઇ છે કે સુરતમા લુગ્દી માંજો ઘસનાર સુરતમાં એકમાત્ર જતીનભાઇ જ રહી ગયા છે. કેટલાક એવા વેપારીઓ છે જેઓ આગ્રાથી લુગ્દીના કારીગરોને સુરત બોલાવતા હોય છે. હાલ લુગ્દી માંજાની ડિમાન્ડ ઘટી રહી છે. જો કે જતીનભાઇએ આ પરંપરા જીવંત રાખવા માટે તેમને પોતાના પુત્ર જયેશને પણ આ માંજો ઘસતા શીખવી દીધો છે. જયેશ આમ તો હીરાના વ્યવસાય સાથે સંકળાયેલો છે. પણ ઉત્તરાયણના પર્વ પહેલા એક મહિનાની તે રજા લઇ પોતાના પિતા સાથે આ વ્યવસાયમા જોડાય જાય છે.

fallbacks

લોકસભા 2019: સપા અને બસપા કોંગ્રેસનું પત્તુ કાપવાની તૈયારીમાં, મીટિંગ કરીને લીધો ખાસ નિર્ણય

માંજો ઘરનાર જતીન જાદવ કહે છે કે, હજી પણ એવા કેટલાક પંતગ રસીયાઓ છે કે જેઓ લુગ્દી માંજાની જ ડિમાન્ડ રાખતા હોય છે. ઉત્તરાયણ પહેલાના એક મહિના અગાઉ થી જ ઓર્ડર આપી દેતા હોય છે. કારણ કે લુગ્દી માંજાની પતંગ ચગાવવામા સરળતા રહે અને તેનો માંજો પણ ધારદાર હોય છે. હજી પણ રાજ્યના વિવિધ શહેરોમાથી અહી લોકો લુગ્દી માંજો ઘસાવવા માટે આવતા હોય છે. 

જતીનભાઇની લુગ્દી માંજો હાલ પણ સમગ્ર શહેરમા જાણીતો છે. પરંતુ આવનારા સમયમાં લુગ્દી માંજો પણ એક નામ પૂરતુ જ સિમિત રહેશે તેમા કોઇ બે મત નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More