Home> Sports
Advertisement
Prev
Next

B'day Special: આ છે વિદેશમાં પહેલી ટેસ્ટ મેચ અને સિરીઝ જીતાડનાર ભારતનો સૌથી સફળ કેપ્ટન

આજે આ કેપ્ટનનો જન્મદિવસ છે

B'day Special: આ છે વિદેશમાં પહેલી ટેસ્ટ મેચ અને સિરીઝ જીતાડનાર ભારતનો સૌથી સફળ કેપ્ટન

નવી દિલ્હી :  ટીમ ઇન્ડિયાના લોકપ્રિય પૂર્વ કેપ્ટન મંસૂર અલી ખાનનો પટૌડીનો આજે જન્મદિવસ છે. એક દુર્ઘટનામાં પોતાની એક આંખ ગુમાવ્યા પછી પણ મંસૂરે ક્રિકેટમાં કમબેક કરીને ધમાકેદાર કરિયર બનાવી. વિદેશમાં ભારતને પહેલી ટેસ્ટ મેચ અને ટેસ્ટ સિરીઝ જીતાડવામાં મંસૂરનો મોટો ફાળો હતો. 

fallbacks

મંસૂર અલી ખાન પટૌડીનો જન્મ 5 જાન્યુઆરી, 1941ના દિવસે ભોપાલમાં થયો હતો. 1 જુલાઈ, 1961માં હોવ ખાતે થયેલા એક કાર એક્સિડન્ટમાં કાચનો એક ટુકડો તેમની આંખમાં વાગી ગયો અને તેમની જમણી આંખ કાયમ માટે ખરાબ થઈ ગઈ હતી. આ અકસ્માત પછી તેમને બે ઇમેજ દેખાતી હતી. લેન્સ લગાવ્યા પછી પણ તેમની આ સમસ્યા દૂર ન થઈ. પટૌડી બહુ જલ્દી નેટ પ્રેકટિસ પર પરત ફર્યા અને રમતમાં શાનદાર કમબેક કર્યું. 

fallbacks

આંખમાં ખરાબી આવી એના છ મહિના કરતા પણ ઓછા સમયમાં પટૌડીએ પોતાની ટેસ્ટ કરિયર શરૂ કરી. તે દિલ્હીમાં ઇન્ગ્લેન્ડ વિરૂદ્ધ રમ્યા. તે પોતાની જમણી આંખ કેપ નીચે સંતાડીને રમતા હતા. ચેન્નાઈમાં પોતાની ત્રીજી ટેસ્ટમાં જ પટૌડીએ 103 રન બનાવ્યા જેની મદદથી ભારત ઇન્ગલેન્ડ વિરૂદ્ધ પહેલી સિરીઝ જીતવામાં સફળ રહ્યું. 

મંસૂરના પિતા ઇફ્તિખાર અલી ખાન પણ જાણીતા ક્રિકેટર હતા. મંસૂરનું શિક્ષણ અલીગઢના મિન્ટો સર્કલમાં થયું તેમજ તેઓ દેહરાદૂની વેલ્હેમ બોયઝ સ્કૂલમાં પણ ભણ્યા. મંસૂર અલી ખાનના પિતા દિલ્હીમાં પોલો રમતી વખતે મૃત્યુ પામ્યા હતા અને તેમનું મૃત્યુ દીકરા મંસૂર અલી ખાનના 11મા જન્મદિવસે થયો હતો. 1952માં મંસૂર અલી ખાન સ્ટેટના નવમા નવાબ બન્યા અને 1971 સુધી પટૌડીના નવાબ રહ્યા. 1971માં તેમનું નવાબનું ટાઇટલ સરકાર દ્વારા રદ કરવામાં આવ્યું. 

1962માં વેસ્ટ ઇન્ડિઝ ટૂર માટે મંસૂર અલી ખાનને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા તેમજ માર્ચ, 1962માં તેમની ભારતીય ટીમના કેપ્ટન તરીકે તેમની પસંદગી કરવામાં આવી. તેઓ 21 વર્ષ અને 77 વર્ષની નાની વયે કેપ્ટન બની ગયા હતા. તેઓએ દુનિયાના સૌથી નાની વયના કેપ્ટનનો રેકોર્ડ બનાવ્યો હતો જે 2004માં તતેન્દા તૈબુએ તોડ્યો. 

મંસૂર અલી ખાનએ ભારત તરફથી 46 મેચ રમીને લગભગ 35ની સરેરાશથી 2793 રન બનાવ્યા જેમાં 6 સદી અને 16 અર્ધશતક શામેલ હતા. 8 ફેબ્રુઆરી, 1964એ પટૌડીએ ઇન્ગલેન્ડ વિરૂદ્ધ શાનદાર 203 રન બનાવ્યા હતા જે તેમની ક્રિકેટ કરિયરનો સર્વાધિક વ્યક્તિગત સ્કોર છે. તેમણે ન્યૂઝીલેન્ડમાં ભારતને ચાર ટેસ્ટ મેચોની સિરીઝમાં 3-1થી જીત અપાવીને ઇતિહાસ રચી દીધો હતો.

રમતજગતના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More