Home> Gujarat
Advertisement
Prev
Next

અમેરિકામાં મહેસાણાના અલ્પેશ પ્રજાપતિ નામના વ્યક્તિની ગોળી મારી હત્યા

અમેરિકામાં સતત ગુજરાતીઓ પર હુમલો થવાની ઘટનાઓ સામે આવતી રહે છે. 

અમેરિકામાં મહેસાણાના અલ્પેશ પ્રજાપતિ નામના વ્યક્તિની ગોળી મારી હત્યા

અમેરિકા/અમદાવાદઃ ફરી એકવાર ગુજરાતી યુવકની અમેરિકામાં હત્યા થઇ છે. આ વખતે મહેસાણા જિલ્લાના કૈયલ ગામના 36 વર્ષિય વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. નિયત પ્રમાણે તે વહેલી સવારે દુકાન જઇ રહ્યો હતો તે સમયે શોપમાં ઘસી આવેલા લૂંટારૂઓએ અલ્પેશ પાસે જબરજસ્તી સ્ટોર ઓપન કરાવ્યો હતો. તે સમયે યુવક ગભરાઇ જતા રોંગ પાસવર્ડ નાખી દીધો અને કેશ ડોર ઓપન કરતાં એલાર્મ વાગતા લૂંટારૂઓએ ગોળી મારીને હત્યા કરી હતી.

fallbacks

અલ્પેશ પ્રજાપતિ છેલ્લા સાડા સાત વર્ષથી અમેરિકામાં સ્થાયી હતો. યુવક એટલાન્ટાના મેકન સીટીમાં ગ્રોસરી સ્ટોરમાં નોકરી કરતો હતો. સમગ્ર ઘટનાની જાણ પરિવારને થતાં પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. પરિવારના સભ્યો અલ્પેશના અંતિમ દર્શન માટે અમેરિકા જવા માંગે છે. પરંતુ પરિવાર પાસે પાસપોર્ટન હોવાને કારણે સરકાર પાસે મદદની માગ કરી છે.

અમેરિકામાં અગાઉ પણ અનેક ગુજરાતીઓની હત્યાઓના બનાવ બન્યા છે. ત્યારે જોવાનું રહે છેકે અવારનવાર બનતી હત્યાઓની ઘટનાઓ ક્યારે અટકશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More