Home> Gujarat
Advertisement
Prev
Next

MS યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં જમવામાં ઈયળ નીકળતા વિદ્યાર્થિનીઓનો હોબાળો

વિધાર્થિનીઓના હોબાળાના પગલે હોસ્ટેલ કેમ્પસમાં યુનિવર્સીટીની વિજિલન્સ ટીમ દોડી આવી હતી અને મામલો થાળે પાડયો હતો. 
 

MS યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં જમવામાં ઈયળ નીકળતા વિદ્યાર્થિનીઓનો હોબાળો

વડોદરાઃ MS યુનિવર્સીટીની ગર્લ્સ હોસ્ટેલની મેસના જમવામાં ઈયળ નીકળતા વિદ્યાર્થીનીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો. યુનિવર્સીટીની સરોજિની ગર્લ્સ હોસ્ટેલમાં આવેલી કેન્ટીનના ભોજનમાંથી ગઈકાલ રાતે ઈયળ નીકળી હતી. ઈયળ નીકળતા વિદ્યાર્થિનીઓ દ્વારા વોર્ડનને ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ કરવા છતા કોન્ટ્રાક્ટર સામે કોઈ જ કાર્યવાહી ન થતા વિધાર્થિનીઓએ હોબાળો કરી કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કરવાની માગ કરી હતી. આ ઉપરાંત કોન્ટ્રાકટર પર સ્વચ્છતા ન જાળવવાનો અને હલકી ગુણવત્તાનું ભોજન આપવાનો ગંભીર આરોપ લગાવ્યો. વિધાર્થિનીઓના હોબાળાના પગલે હોસ્ટેલ કેમ્પસમાં યુનિવર્સીટીની વિજિલન્સ ટીમ દોડી આવી હતી અને મામલો થાળે પાડયો હતો. 

fallbacks

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More