Home> Gujarat
Advertisement
Prev
Next

ચંડોળાનો કુખ્યાત ભૂ-માફિયા મહેમૂદ ઉર્ફે લલ્લા બિહારીને કોર્ટમાં રજૂ કરાયો, 6 દિવસના રીમાન્ડ મંજૂર

ChandolaLakeDemolition: ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજસ્થાનની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી પરંતુ કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ચંડોળાનો કુખ્યાત ભૂ-માફિયા મહેમૂદ ઉર્ફે લલ્લા બિહારીને કોર્ટમાં રજૂ કરાયો, 6 દિવસના રીમાન્ડ મંજૂર

ChandolaLakeDemolition: ચંડોળાના કુખ્યાત લલ્લા બિહારીને આજે સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરાયો. જ્યાં તેના 6 દિવસના રિમાન્ડ મંજુર કરાયા છે. ઉલ્લેખનીય છે કે ચંડોળા તળાવ ની ગેરકાયદે બાંધકામ હટાવોની પ્રક્રિયા ચાલુ થઈ તે પહેલાથી લલ્લા બિહારી અને તેનો પુત્ર ફતેહ ફરાર હતા. જેમાં પહેલા ફતેહ પકડાયો અને બાદમાં ગત રોજ રાજસ્થાનથી લલ્લાની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. જે બાદ આજે લલ્લા બિહારીને ક્રાઈમ બ્રાન્ચ કોર્ટ સમક્ષ રિમાન્ડ માટે રજૂ કર્યો. 

fallbacks

આગામી દશકો વધુ ખરાબ હશે! અંબાલાલે જે આગાહી કરી તે ભયંકર...અમેરિકાથી અમદાવાદ સુધી અસર

જ્યાં ક્રાઈમ બ્રાન્ચ લલ્લા બિહારી સામે ગેરકાયદેસર વીજ કનેક્શન અપાવવા, ખોટો દસ્તાવેજ ઉભા કરી તેનો સાચા તરીકે કરવો અને ઈલેક્ટ્રીક સીટી એક્ટ સહિતની કલમો અંતર્ગત નોંધાઇ છે પોલીસ ફરિયાદ જેવા મુદા પર 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા. તો લલ્લા બિહારીને વકીલ પણ કેટલીક રજુઆત કરી. જે રજૂઆતોના અંતે કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા.

12 મેના રોજ બંધ રહેશે સ્કૂલ, કોલેજ, ઓફિસ અને બેંક! શું છે મોટું કારણ? તમારા શહેરમાં

કોર્ટમાં લલ્લા બિહારીને રજૂ કરી મુખ્ય સરકારી વકીલ કેટલીક રજુઆત કરી હતી. જેમાં 21 ગ્રાઉન્ડ આધારે 14 દિવસના રિમાન્ડની માંગણી, આધાર કાર્ડ, પાનકાર્ડ બનાવવા એજન્ટોનો સંપર્ક કરેલો, ભાડે આપેલ મકાનમાંથી કેટલો લાભ મેળવ્યો, પિતા પુત્રનું જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવું જરૂરી, બાંગ્લાદેશીઓની તપાસ માટે આરોપીની હાજરી જરૂરી, ગેરકાયદેસર સરકારી જગ્યામાં ગોડાઉન બનાવી ભાડે આપેલા તે બાબતે તપાસ, આખાય કેસનો મુખ્ય આરોપી લલ્લા પઠાણ જ છે જેની ઉંડાણપૂર્વક તપાસ કરવા રિમાન્ડની જરૂરિયાત, આરોપીના ઘરેથી સર્ચ દરમ્યાન 9 લાખ રોકડ સોનું કબ્જે કરેલ તે બાબતે તપાસ કરવા આરોપીની હાજરી જરૂરી જેવા મુદ્દાઓ વિશે વાત કરી હતી.

ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું તો કોણ જીતશે? AI ની અત્યંત ચોંકાવનારી ભવિષ્યવાણી

તો સામે પક્ષે લલ્લા બિહારી તરફના વકીલથી કરાયેલી રજુઆત જોઈએ તો રિમાન્ડના ગ્રાઉન્ડમાં અમુક મુદ્દાઓ બાદ કરતાં આરોપીની હાજરી જરૂરીયાત નથી, બાંગ્લાદેશીઓને પોલીસ કસ્ટડીમાં હતા દરમ્યાન પૂછપરછ સહિત તમામ વિગતો તપાસ એજન્સી મેળવી ચુકી છે. મીડીયા રિપોર્ટમાં લલ્લા બિહારી અંગે દરરોજ ખુલાસાઓ આવે છે તેમાં આરોપીની હાજરી જરૂરી લાગતી નથી. આવક અંગેના હિસાબો તપાસ એજન્સીને મળી આવેલા છે તે બાબતે પૂછપરછ માટે આરોપીની હાજરી જરૂરી નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More