Home> LifeStyle
Advertisement
Prev
Next

White Hair Solution: નાની ઉંમરમાં સફેદ થઈ રહ્યાં છે વાળ તો અપનાવો આ આયુર્વેદિક ઉપાય, નેચરલી થશે કાળા

How to Get Rid of White Hair: સફેદ વાળને કારણે લોકોનો આત્મવિશ્વાસ ઘટી જાય છે. નાની ઉંમરમાં સફેદ વાળ થવાને કારણે ચાર લોકો વચ્ચે જવામાં શરમ આવે છે. તેવામાં જો તમે પણ સફેદ વાળની સમસ્યાથી પીડિતા હોવ તો આ ઉપાય અજમાવી શકો છો.
 

 White Hair Solution: નાની ઉંમરમાં સફેદ થઈ રહ્યાં છે વાળ તો અપનાવો આ આયુર્વેદિક ઉપાય, નેચરલી થશે કાળા

White Hair Problem: આજકાલ યુવાનોમાં વાળ સફેદ થવાની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે. સફેદ વાળની ​​સમસ્યા લોકો માટે ચિંતાનો વિષય બની રહી છે. વાળ સફેદ થવાને કારણે લોકો નાની ઉંમરે જ વૃદ્ધ દેખાવા લાગે છે. આનાથી આત્મવિશ્વાસ પણ ઓછો થાય છે અને લોકો વચ્ચે જવામાં શરમ અનુભવાય છે. સફેદ વાળ છુપાવવા માટે, લોકો તેમને રંગ કરે છે અને મહેંદી લગાવે છે. જોકે, તમે આયુર્વેદમાં જણાવેલ ઉપાયોને અનુસરીને તમારા વાળ કાળા કરી શકો છો.

fallbacks

સફેદ વાળને કાળા કરવા માટે આયુર્વેદિક ટિપ્સ (Ayurvedic Remedies to Get Rid of White Hair)

આયુર્વેદ પ્રમાણે આંગળીઓના નખ આપસમાં ઘસવાથી સ્કેલ્પનું બ્લડ સર્કુલેશન સારૂ થાય છે. તેનાથી વાળના મૂળ મજબૂત થાય છે અને સફેદ વાળની સમસ્યા દૂર થાય છે.

તેલ માલિશ
ભૃંગરાજ, આમળા, બ્રાહ્મી અને મીઠા લીમડાનું તેલ તૈયાર કરી તમે વાળની માલિશ કરી શકો છો. વાળમાં દરરોજ માલિશ કરવાથી તેને પોષણ મળે છે અને સફેદ વાળની સમસ્યાથી છુટકારો મળે છે.

આ પણ વાંચોઃ ગુજરાતની નજીક આવેલા છે આ 5 શાનદાર હિલ સ્ટેશન, ઉનાળાની રજાઓમાં બનાવો ટ્રિપનો પ્લાન

હેલ્ધી ડાયટ
આયુર્વેદ પ્રમાણે વાળના ગ્રોથ અને વાળ મજબૂત બનાવવા માટે યોગ્ય પોષણની જરૂર હોય છે. તે માટે તમારે ડાયટમાં હેલ્ધી વસ્તુ સામેલ કરવી જોઈએ. વાળને કાળા કરવા માટે આમળા, કાળા તલ, વ્હીટગ્રાસ જ્યુસનું સેવન કરવું જોઈએ.

આ બધા સાથે તમારે નિયમિત યોગાભ્યાસ અને તણાવને દૂર કરવો જોઈએ. ત્યારે તમે વાળને હેલ્ધી અને કાળા બનાવી રાખી શકો છો. જો સફેદ વાળની સમસ્યા યથાવત રહે તો તમે હેલ્થ એક્સપર્ટની સલાહ લઈ શકો છો.

ડિસ્ક્લેમર
આ સ્ટોરીમાં આપવામાં આવેલી સ્વાસ્થ્ય સંબંધી જાણકારી માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યા માટે હંમેશા ડોક્ટરની સલાહ લો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More