સુરત :આમ આદમી પાર્ટીના મુખિયા કેજરીવાલના સતત ગુજરાત આગમનથી ચૂંટણીનો માહોલ રસાકસીભર્યો જોવા મળી રહ્યો છે. સમય પહેલા જ ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ગુજરાતમાં હાલ ત્રણ પાર્ટીઓનો રાજકીય થનગનાટ જોવા મળઈ રહ્યો છે. આવામાં પાટીદાર અનામત આંદોલન સમિતિના નેતાની એક જાહેરાતથી માહોલ જામ્યો છે. પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ ટ્વીટ કરી કે, ગુજરાત વિધાનસભા ૨૦૨૨ ચૂંટણી માં પાટીદાર અનામત આંદોલનના ૨૩ આગેવાનો ઉમેદવારી કરશે. સંખ્યા વધી પણ શકે છે. હવે જામશે માહોલ.
પાટીદાર અનામત આંદોલનના નેતા દિનેશ બાંભણિયાએ આજે પાટીદાર નેતાઓ ચૂંટણી લડશે તેવી ટ્વિટરના માધ્યમથી જાહેરાત કરી છે. પરંતુ ક્યાંથી લડશે, કેવી રીતે લડશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી. આ અંગે દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે, ગુજરાતમાં રાજકીય માહોલ સર્જાયો છે. પાટીદારના આગોવાનો દ્વારા 2015 અને 2017 સુધી જે આંદોલનો કરાયા તેને લઈને હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. આજે કમિટિ અને લોકો દ્વારા નિર્ણય કરાયો છે કે, હાલના પ્રાથમિક તબક્કે 25 નેતાઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઊમેદવારી કરશે. હજી પણ પાટીદાર સંસ્થાઓ સાથે વાત કરીને આગળના નિર્ણયો લઈશું. અનામત આંદોલન સમિતિ તરફથી જે નિર્ણયો લેવાશે તે સમાજના આગેવાનોના માર્ગદર્શનથી લેવાશે. ગુજરાતમાં હાલ ભાજપનું શાસન છે. પરંતું લોકો ત્રાહિમામ છે. તેથી તમામ પક્ષો પોતાનુ જોર લગાવી રહ્યાં છે. લોકોની સમસ્યા હાલ મૂળ ચર્ચામાં છે. AAPને ગુજરાતના પ્રશ્નોમાં રસ હોય તેવુ દેખાય છે. PAASના આગેવાન ચૂંટણી લડશે,હવે માહોલ જામશે.
આ પણ વાંચો : PM Modi In Kutch : ખાસ સમય ફાળવીને પ્રધાનમંત્રીએ ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ નિહાળ્યું
તમને જણાવી દઈએ કે, પાટીદાર અનામત આંદોલન સમિતિએ આજે તિરંગા યાત્રાનું આયોજન કર્યુ. આ તિરંગા યાત્રામાં દિનેશ બાંભળિયા, અલ્પેશ કથીરિયા સહિતના આગેવાન જોડાયા છે. મોટી સંખ્યામાં પાટીદાર આગેવાનો પણ આ યાત્રામાં ઉમટી પડ્યા છે. ઝી 24 કલાક સમક્ષ અલ્પેશ કથીરિયાએ કહ્યું કે, આ દિનેશ બાંભળિયાએ અંતર જાહેરાત કરી છે. જોકે આગામી દિવસોમાં સમાજના આગેવાનો સાથે બેઠક બાદ નિર્ણય કરાશે.
આ પણ વાંચો : ગુજરાતની રાજનીતિનો ખાસ કિસ્સો, એક મુખ્યમંત્રીનાં પત્નીને પણ બનવું હતું CM, પણ...
પાસનું શક્તિ પ્રદર્શન
PAAS દ્વારા આજે રવિવારે તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ક્રાંતિ ચોકથી નીકળીને સરદાર પ્રતીમા માનગઢ ચોક ખાતે આ યાત્રા સંપન્ન થશે. વિધાનસભાની ચૂંટણી પહેલા પાસનું તિરંગા પદયાત્રા સ્વરૂપે આ પાસનું શક્તિ પ્રદર્શન માનવામાં આવે છે. આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ પાટીદાર અનામત આંદોલનના 7 વર્ષ પૂર્ણ થયા છે તે અંતર્ગત આ પદયાત્રાનું આયોજન કરાયું છે. આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં વરાછા, કતારગામ, સરસાણા વગેરે વિસ્તારમાંથી યુવકો જોડાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે