Home> Sports
Advertisement
Prev
Next

Asia Cup માં આજે Ind vs Pak: Rohit Sharma એ આ પાકિસ્તાની ખેલાડીને કેમ કહ્યું કે હવે લગ્ન કરી લે ભાઈ?

Aisa Cup Ind vs Pak: એશિયા કપમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે કાટાંની ટક્કર જોવા  મળશે. ત્યારે ભારતના ખેલાડીઓ ઉપરાંત પાકિસ્તાનના એક ખેલાડી પર સૌ કોઈની નજર રહેશે. તમે કદાચ નહીં જાણતા હોવ પણ આ ખેલાડી પણ પાકિસ્તાનની શાન ગણાય છે. ક્રિકેટ ચાહકો તેને પાકિસ્તાનનો 'વિરાટ કોહલી' કહીને પણ સંબંધો છે.

Asia Cup માં આજે Ind vs Pak: Rohit Sharma એ આ પાકિસ્તાની ખેલાડીને કેમ કહ્યું કે હવે લગ્ન કરી લે ભાઈ?

નવી દિલ્લીઃ  એશિયા કપમાં આજે દુબઈ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે કાટાંની ટક્કર જોવા મળશે. આજે દુબઈના ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે T-20 મેચ યોજાવવાની છે. આ મેચ પહેલા ભારતની ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમને સલાહ આપી છે. રોહિત શર્માએ બાબર આઝમને લગ્ન કરવાની સલાહ આપી. જેનો વીડિયો વાયરલ થયો છે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે સાંજે 7.30 વાગ્યે મેચ રમાવવાની છે. ભારતીય ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓ હાલમાં પ્રેક્ટિસ કરી રહ્યા છે. કેપ્ટન રોહિત શર્મા મેચમાં જીત મેળવવા માટે તડામાર પ્રેક્ટિસ કરી રહ્યા છે. પ્રેક્ટિસ કરતા સમયે ભારતીય ક્રિકેટર રોહિત શર્મા અને પાકિસ્તાની ખેલાડી બાબર આઝમ રમોજી મૂડમાં જોવા મળ્યા. બન્ને ખેલાડીનો મજાક કરતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો

fallbacks

ક્રિકેટરનો મજાકીયા અંદાજ-
ગઈકાલથી જ ભારતીય ટીમ અને પાકિસ્તાની ટીમના ખેલાડીઓ પ્રેક્ટિસ કરી રહ્યા છે. પ્રેક્ટિસ દરમિયાન બન્ને ટીમના કેપ્ટન મળ્યા હતા. આ મુલાકાતમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ બાબર આઝમને લગ્ન કરવાની સલાહ આપી. જેનો વીડિયો પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે જાહેર કર્યો. વીડિયોમાં રોહિત શર્મા પાકિસ્તાની ક્રિકેટર બાબર આઝમને કહે છે કે, હવે તમારે લગ્ન કરી લેવા જોઈએ. પાકિસ્તાની ક્રિકેટ બોર્ડે વીડિયો પોસ્ટ કરતા હાલમાં સોશિયલ મીડિયામાં વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 

 

 

ભારત-પાકિસ્તાન વચ્ચે T-20 મેચ-
આજે ભારત અને પાકિસ્તાની ટીમ વચ્ચે એશિયા કપમાં T-20 મેચ થવાની છે. આ મેચને હોટસ્ટાર અને સ્ટાર સ્પોર્ટસ નેટવર્ક પર જોઈ શકાશે. ભારતના સમય અનુસાર આ મેચ સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે. ભારતીય ક્રિકેટ ટીમ રોહિત શર્માની કેપ્ટનશીમમાં મેદાને ઉતરશે. જ્યારે પાકિસ્તાની ક્રિકેટ ટીમ બાબર આઝમની કેપ્ટનશીપમાં મેદાને ઉતરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More