નવસારીઃ દક્ષિણ ગુજરાતનો ખેડૂત લાચાર બન્યો છે, કુદરતના માર સામે અન્નદાતા બાપડો-બિચારો બની ગયો છે, ડાંગરની ખેતી સાવ બરબાદ થઈ ગઈ, કમોસમી વરસાદે ધરતીપુત્રોને બરબાદ કરી નાંખ્યા...પહેલા વરસાદમાં પલળેલી ડાંગર જે થોડીઘણી બચી હતી તે પણ ફરી આવેલા વરસાદે નષ્ટ કરી નાંખી...જુઓ ડાંગરના ખેડૂતોની વેદના અને વ્યથાનો આ અહેવાલ....
દક્ષિણ ગુજરાતના ખેડૂતો પર કુદરતનો કહેર ફરી એકવાર તૂટી પડ્યો છે. કમોસમી વરસાદે અન્નદાતાની કમર તોડી નાખી છે. ડાંગરનો પાક, જે ખેડૂતોની આજીવિકાનો મુખ્ય આધાર છે, તે હવે પાણીમાં પલળીને બરબાદ થઈ રહ્યો છે. છેલ્લા એક મહિનામાં ત્રીજી વખત માવઠાના મારથી ખેડૂતોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે....
ઓલપાડ, સુરત અને દક્ષિણ ગુજરાતના અન્ય વિસ્તારોમાં ખેડૂતોએ ડાંગરના પાકને બચાવવા રસ્તાઓ, ગ્રાઉન્ડ અને ખુલ્લી જગ્યાઓ પર સૂકવવાનો પ્રયાસ કર્યો. પરંતુ, કમોસમી વરસાદે ફરી એકવાર તેમની મહેનત પર પાણી ફેરવી દીધું. સૂકવેલો પાક પણ ફરી ભીંજાઈ ગયો, અને હવે વેપારીઓ આ ડાંગર ખરીદવા તૈયાર નથી. જો ખરીદે છે, તો નજીવા ભાવે, જેનાથી ખેડૂતોનો ખર્ચ પણ નીકળી શકે તેમ નથી.
આ પણ વાંચોઃ ખેતીમાં ઉપયોગ કરી AI ટેક્નોલોજી, કમોસમી વરસાદ અને હવામાનના મારથી બચી ગયો પાક
ખેડૂતો હવે બચેલી ડાંગરને મંડળીમાં જમા કરાવવા મથી રહ્યા છે.... ડાંગર ફરીથી ખરાબ ન થઈ જાય તેની ચિંતામાં ટ્રેક્ટરની લાંબી કતારો લાગી છે. ખેડૂતોની આ લાચારી અને વેદના હવે દયનીય બની ગઈ છે.
ગુજરાતમાં આ વર્ષે ચોમાસું વહેલું આવશે, કેરળ અને મહારાષ્ટ્રમાં થઈ ચુક્યું છે ચોમાસાનું આગમન...#WeatherUpdate #WeatherForecast #Gujarat #Monsoon #Monsoon2025 #UnseasonalRains pic.twitter.com/Y8y8AADUcj
— Zee 24 Kalak (@Zee24Kalak) May 27, 2025
આ કમોસમી વરસાદે માત્ર ડાંગરના પાકને જ નહીં, પરંતુ ખેડૂતોની આશાઓને પણ ડૂબાડી દીધી છે. સરકાર તરફથી હજુ સુધી કોઈ નક્કર મદદની જાહેરાત થઈ નથી. ખેડૂતોની આ વેદના હવે સવાલ ઉભો કરે છે કે, શું અન્નદાતાને આ લાચારીમાંથી બચાવવા માટે કોઈ આગળ આવશે?....
દક્ષિણ ગુજરાતના ખેડૂતો આજે કુદરતના મારથી લાચાર બન્યા છે. તેમની આ વેદના અને કપરી પરિસ્થિતિ હવે સમાજ અને સરકારની જવાબદારી બની ગઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે