India Pakistan War : એક બાદ એક હુમલાથી પાકિસ્તાન કાંપી ઉઠ્યું છે. પાકિસ્તાની સેનાએ 12 જગ્યાએ હુમલાનો દાવો કર્યો છે. ત્યારે ભારત સતત હુમલો કરતું હોવાનો આરોપ મૂક્યો છે. ત્યારે આ વચ્ચે ગુજરાતને અડીને આવેલી પાકિસ્તાની બોર્ડર પર મોટી હલચલ જોવા મળી છે.
ગુજરાતની બોર્ડર પાસે પાકિસ્તાની સેના પહોંચી
યુદ્ધના ભણકારા વચ્ચે મોટી ખબર આવી છે કે, કચ્છ અને બનાસકાંઠા સરહદ નજીક પાકિસ્તાન રેન્જર્સ અને પાકિસ્તાની સેનાની તૈનાતી થઈ ગઈ છે. થટ્ટા, બદીન, સુજાવલ, ગોલાર્ચી, થરપારકર, ઈસ્લામકોટ, નગરપારકર જેવા સ્થળોએ પાકિસ્તાની આર્મી પહોંચી ગઈ છે. છેલ્લા કેટલાક કલાકોમાં સતત હલનચલન જોવા મળી રહી છે.
આરોગ્ય વિભાગ પણ એલર્ટ પર
પાકિસ્તાન સાથેની તંગ સ્થિતિને ગુજરાત એલર્ટ મોડ પર આવી રહ્યું છે. ગુજરાતમાં ગૃહ વિભાગ બાદ આરોગ્ય વિભાગ પણ સતર્ક બન્યું છે. આરોગ્ય વિભાગે જિલ્લા હોસ્પિટલ તથા સરકારી હોસ્પિટલ સહિત વિભાગોને સૂચનાઓ જારી કરી છે. વીજળીના અન્ય સોર્સમાંથી વ્યવસ્થા, બ્લડ બેંકમાં આપુરતી, બ્લડ ડોનેશન કેમ્પ યોજવા તથા દવાઓ સહીતની બાબતો પર સૂચના અપાઈ. ખાનગી હોસ્પિટલ તથા તબીબો સાથે સંકલન માટે પણ સૂચના અપાઈ. મોકડ્રીલ-તકેદારીના ભાગરૂપે સૂચનાઓ અપાઈ છે.
પાકિસ્તાન એરપોર્ટ બંધ
પાકિસ્તાને કરાંચી, લાહોર, ઇસ્લામાબાદ અને સિયાલકોટ એરપોર્ટનો બંધ સમય ઓપરેશનલ કારણોસર સાંજે 6 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો છે. એરપોર્ટનો બંધ બપોરે 12 વાગ્યા સુધી સૂચિત કરવામાં આવ્યો હતો, જે હવે લંબાવવામાં આવ્યો છે.
મેઘાલયમાં કરફ્યૂ લગાવાયો
ભારત-બાંગ્લાદેશ સરહદ પર ભારે સતર્કતા વચ્ચે, મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લા વહીવટીતંત્રે આંતરરાષ્ટ્રીય સરહદની 5 કિમી ત્રિજ્યામાં આવતા વિસ્તારોમાં બે મહિનાનો રાત્રિ કરફ્યૂ લાદ્યો છે. આ કરફ્યૂ તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે અને દરરોજ રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે. આ પગલું તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે - જેમાં 6 મેના રોજ મેઘાલય ફ્રન્ટીયર હેઠળ BSF સૈનિકો દ્વારા ચાર બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડનો સમાવેશ થાય છે. જેણે ગેરકાયદેસર ઘૂસણખોરી અને સરહદ પારની પ્રવૃત્તિઓ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે