Home> Gujarat
Advertisement
Prev
Next

પાકિસ્તાને કચ્છ પર કર્યો હુમલાનો પ્રયાસ, ભારતે કરી આ હુમલાની પુષ્ટિ

Pakistan Attack On India : પાકિસ્તાને ભારત પર હુમલાની કરી શરૂઆત... પાકિસ્તાને 15 શહેરોમાં ભારતીય લશ્કરી ઠેકાણાઓ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો.. ભુજમાં પણ મોડી રાતે થયો હુમલાનો પ્રયાસ
 

પાકિસ્તાને કચ્છ પર કર્યો હુમલાનો પ્રયાસ, ભારતે કરી આ હુમલાની પુષ્ટિ

India Pakistan War : ભારત પાકિસ્તાન યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. ભારતે પાકિસ્તાન પર એરસ્ટ્રાઈક કર્યા બાદ પાકિસ્તાને ભારત પર વળતો હુમલો કર્યો છે. પાકિસ્તાને 7 મેના રોજ રાતે ભારતના અલગ અલગ શહેરો પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો. જેમાં કચ્છના ભુજ પર પણ હુમલો કરાયો હતો.  

fallbacks

દેશના એક ડઝન જેટલા શહેરો પર પાકિસ્તાનનો હુમલો 
07-08 મે 2025ની રાત્રે, પાકિસ્તાને ઉત્તર અને પશ્ચિમ ભારતમાં અનેક લશ્કરી લક્ષ્યો જેવા કે અવંતીપુરા, શ્રીનગર, જમ્મુ, પઠાણકોટ, અમૃતસર, કપૂરથાલા, જલંધર, લુધિયાણા, આદમપુર, ભટિંડા, ચંદીગઢ, નલ, ફલોદી, ઉત્તરલાઈ અને ભુજ પર ડ્રોન અને મિસાઈલોનો ઉપયોગ કરીને હુમલો કરવાનો પ્રયાસ કર્યો. આ હુમલાઓને ઈન્ટિગ્રેટેડ કાઉન્ટર UAS ગ્રીડ અને એર ડિફેન્સ સિસ્ટમ્સ દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા. 

 

 

ભારતે હુમલાને નિષ્ફળ બનાવ્યો
આ હુમલાઓનો કાટમાળ હવે અનેક સ્થળોએથી પુનઃપ્રાપ્ત કરવામાં આવી રહ્યો છે, જે પાકિસ્તાની હુમલાઓનો પુરાવો આપે છે. આજે સવારે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનમાં અનેક સ્થળોએ એર ડિફેન્સ રડાર અને સિસ્ટમ્સને નિશાન બનાવ્યા. ભારતનો પ્રતિસાદ પાકિસ્તાન જેવી જ રીતે અને સમાન તીવ્રતા સાથે રહ્યો છે. વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે લાહોરમાં એક એર ડિફેન્સ સિસ્ટમ નિષ્ફળ કરવામાં આવી છે. 

 

fallbacks

ભુજમાં સવારે 6 વાગ્યે બની હતી ઘટના 
કચ્છના ભારત-પાકિસ્તાન સરહદ નજીક એક શંકાસ્પદ વિસ્ફોટ થયો છે. એક શંકાસ્પદ ડ્રોન હાઇ ટેન્શન પાવર લાઇન સાથે અથડાતાં વિસ્ફોટ થયો છે. આ ઘટના ખાવડા સરહદી વિસ્તારમાં ધ્રોબાણા ગામ પાસે સવારે 6 વાગ્યે બની હતી. પોલીસ અને વાયુસેના આ મામલાની તપાસ કરી રહી છે. સુરક્ષા એજન્સીઓ આ ઘટના બાદ સતર્ક થઈ છે.  

 

 

સ્થાનિકોએ ડ્રોનનો વીડિયો બનાવ્યો
ભારત-પાકિસ્તાન બોર્ડર પરના છેલ્લા ગામ કુરનમાં ઝી 24 કલાકની ટીમ પહોંચી હતી. જ્યાં કુરાન ગામના લોકોએ જણાવ્યું કે, તેઓએ એક શંકાસ્પદ ડ્રોન ઉડતું જોયું હતું. સવારે 6 વાગ્યે ઈન્ડિયા બ્રિજ પાસે બ્લાસ્ટ થયો અને ગામલોકોએ સાંભળ્યો હતો. ગામના યુવક અનિરુદ્ધ સિંહે પોતાના મોબાઈલમાં ડ્રોનનો વીડિયો ઉતાર્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More