Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતની આ ઘટના વાંચીને ધ્રુજી જશો! અશ્લિલ વીડિયો બનાવી સગીરે મિત્રો સાથે અવારનવાર શરીરસુખ માણ્યું...

પાલનપુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં યુવતી સાથે અહીંયા અલગ અલગ લોકોએ દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ કેસમાં ચોંકાવનારી વાત તો એ છે કે મુખ્ય આરોપીએ દુષ્કર્મ 2023માં આચર્યું હતું. 

ગુજરાતની આ ઘટના વાંચીને ધ્રુજી જશો! અશ્લિલ વીડિયો બનાવી સગીરે મિત્રો સાથે અવારનવાર શરીરસુખ માણ્યું...

Palanpur Crime News: આજના જમાનામાં સોશિયલ મીડિયામાં ઉપયોગ ખુબ જ વધી ગયો છે..અનેક યુવકો યુવતીઓ પોતાનો મોટાભાગનો કિંમતી સમય મોબાઈલમાં વાપરતા હોય છે. ત્યારે આ સોશિયલ મીડિયા ના જમાનામાં ક્યારેક યુવક યુવતીઓ પોતે પણ ખરાબ કૃત્યનો ભોગ બનતા હોય છે. ત્યારે પાલનપુર પંથકમાં કોલેજ ભણવા આવતી એક યુવતી સાથે એક સગીર યુવકે મિત્રતા કેળવ્યા બાદ હોટલમાં લઈ જઈને તેનો નગ્ન વિડિયો ઉતારી તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે

fallbacks

ટ્રેન હાઈજેક પર PAK સેના અને બલૂચ આર્મીના અલગ અલગ દાવા, આખરે કોણ સાચું?

જોકે આ બીભિત્સ વિડિયોનાં આધારે આ સગીર યુવક સહિત અન્ય 6 જેટલા યુવકોએ અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે આ યુવતી પર દુષ્કર્મ ગુજાર્યું હોવાની તેમજ યુવતીનો અશ્લીલ વિડિઓ વાયરલ કરી દેતા યુવતીએ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે મુખ્ય સગીર આરોપીની અટકાયત કરીને અન્ય આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. 

આવી કરાઈ છે ભયાનક આગાહી! ગુજરાતના આ વિસ્તારમાં બપોરે 1થી 5 બહાર ન નીકળવા અપીલ

આજકાલ યુવક યુવતીઓ મોબાઇલમાં ક્યારેક facebook ક્યારેક instagram સહિતનાં અલગ અલગ પ્લેટફોર્મ ઉપર અન્ય લોકો સાથે મિત્રતા કેળવીને એકબીજા સાથે આગળ સંબંધ વધારતા હોય છે અને ક્યારેક આ સંબંધ જ તેમનું જીવન નર્ક સમાન બનાવી દે છે. ત્યારે ઘણીવાર ખરાબ કૃત્યનાં વિડીયો વાયરલ થવાના કિસ્સા પણ સામે આવતા હોય છે.. 

Mangal Gochar : 3 એપ્રિલથી આ 5 રાશિના લોકો રહે સાવધાન, મંગળનું ગોચર આ લોકો માટે અશુભ

ત્યારે એવો જ એક કિસ્સો પાલનપુરમાં પણ જોવા મળ્યો છે. જ્યાં એક કોલેજીયન યુવતીની એક સગીર યુવક સાથે મિત્રતા થયા બાદ તે તેની સાથે હોટલ પર જમવા જતાં ખોરાક કપડા પર ઢળતા યુવતીને યુવક હોટલના રૂમમાં કપડાં બદલવા લઈ ગયો હતો, જ્યાં યુવતી બાથરૂમમાં કપડા બદલતા સગીરે તેનો નગ્ન અવસ્થાનો વિડીયો ઉતાર્યો હતો. ત્યારબાદ વિડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેને બાદમાં વિવિધ ગેસ્ટ હાઉસ તેમજ કાફેમાં લઇ જઇ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. જોકે ત્યારબાદ યુવતીનો નગ્ન વિડિયો તેને તેના મિત્રોને આપતા અન્ય 6 યુવકોએ પણ યુવતીને તેનો અશ્લીલ વિડિઓ બતાવી વાઇરલ કરવાની ધમકી આપી યુવતી સાથે અવાર નવાર અલગ અલગ જગ્યાએ દુષ્કર્મ આચર્યું હતું. 

દૈનિક રાશિફળ 13 માર્ચ: મકર રાશિ માટે આજનો દિવસ ખૂબ જ શુભ, તમને સારા પરિણામ મળશે

જોકે બ્લેકમેલિંગથી કંટાળી જઈને યુવતીએ તેમની સાથે જવાનું ના પાડી કોલેજ કામ સિવાય જવાનું બંધ કરી દેતા આખરે યુવતીનો અશ્લીલ વિડિઓ યુવકોએ વાયરલ કરી દેતા યુવતીની બદનામી થતા આ મામલે યુવતીએ પોતાના પરિવારજનો સાથે પાલનપુર તાલુકા પોલીસ મથકે જઈને 6 યુવકો સામે નામજોગ તો એક અન્ય યુવક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે મામલાની ગંભીરતાને લઈને એક મુખ્ય જુવેનાઇલ આરોપીની અટકાયત કરીને અન્ય આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. 

તમારી વાર્ષિક આવક 6 લાખ સુધી હશે તો બાળક ફ્રીમાં ભણશે, સરકાર લેશે મોટો નિર્ણય

જોકે આ મામલે પાલનપુર તાલુકા પોલીસ મથકના પીઆઇ આઇ મિતેષ બરોતનું કહેવું છે કે કે દીકરી સાથે અલગ અલગ હોટલ અને રેસ્ટોરન્ટમાં દુષ્કર્મ કરીને 5 થી 6 જગ્યાએ તેનો બિભિત્સ વિડિયો એક આરોપી જુવેનાઇલ છે તેને બનાવ્યો હતો અને તેના બીજા મિત્રોને આપી અને એ વિડીયો દ્વારા એ લોકોએ દીકરીને સમાજમાં બદનામ કરી દઈશું. નો ડર આપી તેની જોડે દુષ્કર્મની ઘટના વારાફરતી અલગ અલગ જગ્યાએ અલગ અલગ સમયે આચારવામાં આવેલી છે . 

દક્ષિણ ગુજરાતના 7 જિલ્લામાં વીજળી સંકટ, 32 લાખથી વધુ ગ્રાહકોની વીજળી ગુલ

આ બાબતે તાત્કાલિક ધોરણે એલસીબી એસઓજી તથા લોકલ પોલીસની ટીમો બનાવી અને આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનામાં એક જુવેનાઇલ જે બાળ કિશોર અપરાધી છે. તેની અટકાયત કરવામાં આવી છે. અને બીજા જે આરોપીઓ છે તેને શોધવા માટેની તજવીજ હાથ ધરાઇ છે. આ ઘટનાને લઈને દિકરીના પિતા પહેલા ફક્ત વિડિઓ ડીલીટ કરાવી આપવા અમારી જોડે આવ્યા હતા પણ મામલાની ગંભીરતાને લઈને અમે સમજાવતા યુવતીએ ફરિયાદ નોંધાવી હતી.

*દુષ્કર્મના આરોપીઓ
1-વિશાલ શામળભાઇ બેરા(ચૌધરી),
રાજપુર ગામ -મુખ્ય આરોપી જે ઘટના સમયે સગીર હતો હાલ પુખ્તવયનો છે
2- રાહુલ શામળભાઇ ફોફ,(ઉત્તમપુરા ગામ -પાલનપુર તાલુકા)
3- દીપક નરસંગ ભાઈ ફૉક (ઉત્તમપુરા ગામ -પાલનપુર તાલુકો)
4- શુભમ ઘેમરભાઈ ભૂતડીયા-બાદરપુરા ગામ પાલનપુર તાલુકો
5-આશિષ શામળ ફોફ,-ઉત્તમપુરા ગામ -પાલનપુર તાલુકો)
6- જીગર ગલબાભાઈ બોકા- ખેમાંણા ગામ પાલનપુર તાલુકા
7 - એક અજાણ્યો યુવક
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More