Crop Insurance Scheme: ખેડૂતોને ખેતરોમાં લહેરાતા પાકને રખડતા ઢોરો દ્વારા થતું નુકસાન એક મોટી સમસ્યા છે. પરંતુ આમ છતાં આ પ્રકારે થયેલું નુકસાન વીમા યોજના હેઠળ કવર થતું નથી. આ અંગે સમયાંતરે ખેડૂત સંગઠનો માંગણી પણ ઉઠાવતા રહે છે. પરંતુ હવે એક સંસદીય સમિતિએ સરકારની પ્રધાનમંત્રી પાક વીમા યોજના (પીએમએફબીવાય)માં રખડતા ઢોરોથી થતા નુકસાનને પણ સામેલ કરવાનું સૂચન આપ્યું છે. અત્યાર સુધી PMFBY હેઠળ કુદરતી આફત કે આગ વગેરેથી પાકને થતા નુકસાનની ભરપાઈ થાય છે.
આ ઉપરાંત સમિતિએ પરાળીને બાળવા પર રોક માટે ધાન ખેડૂતોને 100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલની નાણાકીય મદદ આપવાની પણ ભલામણ કરી. સંસદીય સમિતિએ બે હેક્ટર સુધીની ખેતીવાળા નાના ખેડૂતોને મફત અનિવાર્ય પાક વીમો આપવાની પણ ભલામણ કરી. કૃષિ, પશુપાલન અને ફૂડ પ્રોસેસિંગ પર બનાવેલી સંસદીય સ્થાયી સમિતિનો રિપોર્ટ લોકસભામાં રજૂ કરાયો. સમિતિએ પોતાના રિપોર્ટમાં કહ્યું કે PMFBYનો હેતુ કુદરતી આફતો, કીટોનો હુમલો અને અન્ય પ્રતિકૂળ પરિસ્થિતિઓના કારણે પાકને થતા નુકસાનની સ્થિતિમાં ખેડૂતોને આર્થિક મદદ આપવાનો છે.
વાર્ષિક 6000 રૂપિયાની મદદ
હાલ સરકાર તરફથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોને આર્થિક રીતે સશસ્ત કરવા માટે વાર્ષિક 6000 રૂપિયાની આર્થિક મદદ કરાય છે. આ યોજના હેઠળ દર ચાર મહિને ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો ટ્રાન્સફર કરાય છે. રિપોર્ટ્સ મુજબ 'સમિતિએ સૂચન આપ્યું છે કે રખડતા પશુઓ દ્વારા પાકને નુકસાન થાય તો તે PMFBY હેઠળ આવરી લેવા પર વિચાર કરી શકાય છે. જેથી કરીને જે ખેડૂતોના પાક આવા રખડતા પશુઓ નષ્ટ કરે છે તે પણ PMFBY હેઠળ વળતર મેળવવા માટે હકદાર બને.'
બે હેક્ટર સુધીની જમીનવાળા ખેડૂતોને મફત પાક વીમો
સરકારને રાજ્ય સરકારોને ફંડ ઈશ્યુ કરવામાં વિલંબ અને નુકસાની માટે પૂરતું વળતર જેવા મામલાઓને જલદી ઉકલવા માટે પણ કહ્યું જેથી કરીને આ યોજનાની પ્રભાવશીલતામાં સુધારો થઈ શકે. સમિતિએ કહ્યું કે, જો સરકાર દેશના તમામ નાગરિકો માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) ની જેમ જ બે હેક્ટર સુધીની જમીનવાળા નાના ખેડૂતોને મફત અનિવાર્ય પાક વીમો ઉપલબ્ધ કરાવે તો તેનાથી નાના ખેડૂતોની નાણાકીય સ્થિરતા પર પ્રભાવ પડી શકે છે. સંસદીય સમિતિએ પાકના અવશેષોના વ્યવસ્થાપનને સંબોધવા માટે બહુપક્ષીય અભિગમ અપનાવવાની જરૂરિયાતો ઉપર ભાર મૂક્યો હતો. આ દ્રષ્ટિકોણમાં નીતિગત હસ્તક્ષેપ, ખેડૂત શિક્ષણ, ટેક્નિકલ નવીનતા અને નાણાકીય પ્રોત્સાહનનું સંયોજન સામેલ હોવું જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે