Gandhinagar News : ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયના એસીએસ પંકજ જોશી નવા મુખ્ય સચિવ બનશે. સામાન્ય વહીવટ વિભાગે તેમની નિમણૂંક અંગેનું સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે. મુખ્ય સચિવ રાજ કુમાર જાન્યુઆરીના અંતમાં નિવૃત્ત થઈ રહ્યાં છે. ત્યારે પંકજ જોશીની તેઓની બદલી અને બઢતી સાથે ગુજરાત સરકારના મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
કોણ છે પંકજ જોશી
પંકજ જોશી 1989 બેચના આઈએએસ ઓફિસર છે. તેઓ મૂળ ઉત્તરાખંડના રહેવાસી છે. હાલમાં સી.એમ.ઓ.માં કાર્યરત છે. અગાઉ પણ તેઓ સી.એમ.ઓ.માં એ.સી.એસ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. પંકજ જોશી અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ એ.સી.એસ રહી ચૂક્યા છે. . પંકજ જોશી વર્ષ 1989 બેચના આઈએએસ છે. તેઓ હાલ મુખ્યમંત્રી કાર્યાલયમાં એસીએસ તરીકે ફરજ બજાવી રહ્યા છે. પંકજ જોશી અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ એસીએસ રહી ચૂક્યા છે.
અધિક ગૃહ સચિવની રેસમાં પંકજ જોશી પહેલેથી જ મોખરે હતા. તો IAS શ્રીનિવાસ અને ACS એ.કે. રાકેશ પણ રેસમાં હતા. જેમાં પંકજ જોશીની નિમણૂંક કરવામાં આવી છે.
આ પણ વાંચો :
અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો, નવા વર્ષે ગુજરાતના નાગરિકોને રાહત આપતા સમાચાર
RSS નેતા ભૈયાજીનું મોટું નિવેદન : ધર્મની રક્ષા માટે ક્યારેક-ક્યારેક હિંસા જરૂરી છે
મહાકુંભ માટે ગુજરાતથી દોડશે વોલ્વો, સરકારે જાહેર કર્યું સાવ સસ્તું પેકેજ ટુર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે