Home> Gujarat
Advertisement
Prev
Next

વાવાઝોડા જેવી સિસ્ટમ ગુજરાત પર ત્રાટકશે, પરેશ ગોસ્વામીએ તારીખ સાથે કરી આગાહી

Paresh Goswami And Ambalal Patel Monsoon Alert : ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ગુજરાત પર માવઠાનો ખતરો.. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ 3થી 5 ફેબ્રુઆરી દરમિયાન માવઠાની કરી આગાહી.. વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે રાજ્યમાં પડશે વરસાદ

વાવાઝોડા જેવી સિસ્ટમ ગુજરાત પર ત્રાટકશે, પરેશ ગોસ્વામીએ તારીખ સાથે કરી આગાહી

Gujarat Weather Forecast : ગુજરાતનું વાતાવરણ બદલાવા જઈ રહ્યું છે. જાન્યુઆરી મહિનાના અંતમાં અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં ગુજરાતમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે. બંગાળની ખાડીમાં વાવાઝોડા જેવું સ્વરૂપ આકાર લઈ રહ્યુ છે. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આખા ગુજરાતને ધમરોળીને મૂકી દેશે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વાની અને અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદી માવઠાની આગાહી કરી છે, તો બીજી તરફ હવામાન વિભાગે પણ વાતાવરણના લેટેસ્ટ અપડેટ આપ્યા છે.  

fallbacks

પરેશ ગોસ્વામીની આગાહી 
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આવનાર દિવસો માટે આગાહી આવી ગઈ છે. તેમણે ફેબ્રુઆરીના પ્રથમ અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે. સાથે જ કહ્યું કે, એક વેસ્ટન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાત ઉપર એક અસ્થિરતા સર્જાશે, એ અસ્થિરના કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર 3, 4 અને 5 ફેબ્રુઆરી દરમિયાન માવઠું થાય તેવી શક્યતાઓ છે. 

અંબાલાલની કડક ચેતવણી : ગુજરાતમાં વરસાદનો વધુ એક મોટો રાઉન્ડ આવી રહ્યો છે

 

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે, 28 જાન્યુઆરીથી રાજ્યમાં વાતાવરણમાં મોટો પલટો આવશે. 30-31 જાન્યુઆરીથી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી છે. ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષા થવાની શક્યતા છે. જેની અસર ગુજરાતમાં થવાની શક્યતા સ્પષ્ટ દેખાઈ રહી છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં કમોસમી વરસાદ આવશે. ખાસ કરીને અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે.

 

હવામાન વિભાગની આગાહી 
હવામાન વિભાગના ડાયરેક્ટર એકે દાસે હવામાનના લેટેસ્ટ અપડેટ આપતા કહ્યું કે, અમદાવાદમાં પાછલા 24 કલાકમાં તાપમાન ગગડ્યું છે. અમદાવાદમાં પાછલા 24 કલાકમાં 1.5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. અમદાવાદનું લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી રહ્યું. તો ગાંધીનગરમાં 14.1 ડિગ્રી તાપમાન રહ્યું. નલિયાના તાપમાનમાં વધારો થઈ 9.8 ડિગ્રી તાપમાન રહ્યું. આગામી પાંચ દિવસ તાપમાનમાં વધુ ફેરફાર થવાની સંભાવના નહિવત છે. હાલ ઉત્તર પૂર્વથી પૂર્વ તરફ પવનની દિશા છે. 

ગુજરાતના આ શહેરમાં અશાંતધારાનો આવ્યો નવો નિર્ણય, સરકારી કચેરીના ધક્કા નહિ ખાવા પડે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More