Home> Spiritual
Advertisement
Prev
Next

Ulta Swastik: મોટામાં મોટા સંકટથી બચાવી લેશે ઊંધો સાથિયો, જાણો ક્યારે અને ક્યાં કરવો ? ભાગ્ય બદલી શકે છે આ ઉપાય


Ulta Swastik: ઘણીવાર જીવન પર એવું સંકટ ઘેરાય જાય છે જેમાંથી બહાર નીકળવું અશક્ય લાગે છે. આવી સમસ્યામાં ફસાયા હોય ત્યારે મંદિરમાં ઊંધો સાથિયો કરવાનો ઉપાય કરવામાં આવે છે. ઊંધો સાથિયો વ્યક્તિનું ભાગ્ય બદલી શકે છે. આજે તમને જણાવીએ ઊંધું સ્વસ્તિક ક્યારે કરવામાં આવે છે અને તેનાથી શું થઈ શકે છે ?

Ulta Swastik: મોટામાં મોટા સંકટથી બચાવી લેશે ઊંધો સાથિયો, જાણો ક્યારે અને ક્યાં કરવો ? ભાગ્ય બદલી શકે છે આ ઉપાય

Ulta Swastik: શાસ્ત્રો અનુસાર ઘરમાં શુભ અવસર હોય ત્યારે સ્વસ્તિક કરવામાં આવે છે. આ સિવાય સામાન્ય રીતે પણ ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક કરવાનો રિવાજ છે. સ્વસ્તિકનું ચિન્હ શુભ ગણાય છે. સ્વસ્તિકનું ચિન્હ સુખ, શાંતિ અને સમૃદ્ધિનું પ્રતિક ગણાય છે. દરેક જગ્યાએ તમે સીધો સાથિયો જ જોયો હશે. પરંતુ કેટલીક જગ્યાએ ઊંધું સ્વસ્તિક પણ જોવા મળે છે. આવું ભૂલથી નથી થતું. ખાસ કારણ હોય ત્યારે ઊંધો સાથિયો કરવામાં આવે છે. 

fallbacks

આ પણ વાંચો: Bad Habits: સ્ત્રીની 8 ખરાબ આદતો ઘરમાં લાવે છે ગરીબી, ધન બચાવવું હોય તો તુરંત સુધારો

ક્યારે કરવામાં આવે છે ઊંધો સાથિયો ?

જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઉંધુ સ્વસ્તિક ત્યારે બનાવવામાં આવે છે જ્યારે વ્યક્તિ ભયંકર સમસ્યામાંથી પસાર થતી હોય. આ સિવાય કોઈ મનોકામના પૂર્ણ થાય તેવી ઈચ્છા હોય ત્યારે પણ વ્યક્તિ ભગવાનની સામે ઊંધું સ્વસ્તિક બનાવે છે. પછી જ્યારે તે સંકટ કે મનોકામના પૂર્ણ થઈ જાય છે તો ફરી તે જગ્યાએ જઈને વ્યક્તિ સીધું સ્વસ્તિક બનાવે છે. સીધું સ્વસ્તિક બનાવવું ભગવાન પ્રત્યેની આસ્થા પ્રગટ કરવાની નિશાની છે અને વ્યક્તિ આમ કરીને આભાર માને છે. 

આ પણ વાંચો: 1 ફેબ્રુઆરીથી શુક્રની બદલશે ચાલ, શનિના નક્ષત્રમાં કરશે પ્રવેશ, 3 રાશિ પર થશે ધનવર્ષા

ઊંધો સાથિયો કરવાથી શું થાય ?

ધાર્મિક વિદ્વાનો અનુસાર ઊંધું સ્વસ્તિક કરવાથી ઘર પરિવારમાં ફેલાયેલી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને સાથે જ ઈચ્છાપૂર્તિમાં જે બાધાઓ નડતી હોય છે તે ટળી જાય છે. જોકે ઉંધુ સ્વસ્તિક ક્યારેય ઘરમાં કરવું નહીં. ઊંધું સ્વસ્તિક મંદિર કે પવિત્ર તીર્થ સ્થાન પર જ કરવામાં આવે છે. જ્યારે જીવનમાં સંકટ આવે છે ત્યારે ભગવાન સામે માનતા રાખીને ઊંધું સ્વસ્તિક કરવામાં આવે છે. 

આ પણ વાંચો: Weekly Horoscope: આ સપ્તાહ મેષ અને મિથુન રાશિના જાતકો માટે ઉત્તમ ફળ પ્રદાન કરનારું

આ વાતનું ધ્યાન ખાસ રાખવું 

- જ્યારે ઈચ્છાપૂર્તિ માટે ઊંધું સ્વસ્તિક કરો તો તેને હંમેશા યાદ રાખો. જ્યારે ઈચ્છા પૂરી થઈ જાય કે સંકટ ટળી જાય તો ફરીથી તે જગ્યાએ જઈને સીધું સ્વસ્તિક કરવું.

- ઊંધું સ્વસ્તિક હંમેશા એવી જગ્યાએ કરવું જ્યાં સ્વચ્છતા હોય. ગંદકી હોય ત્યાં ક્યારેય સ્વસ્તિક કરવું નહીં. 

આ પણ વાંચો: શનિ અને બુધનો દ્વિદ્વાદશ યોગ 5 રાશિઓ માટે અત્યંત લાભકારી, નોકરી અને વેપારમાં થશે લાભ

- મનોકામના પૂર્ણ થયા પછી જો તમે ફરીથી તે જગ્યાએ જઈને સીધું સ્વસ્તિક નથી કરતા તો ઘર પરિવાર પર સંકટ ફરીથી ઘેરાવા લાગે છે. તેથી આ ઉપાય કરો તો હંમેશા તેને પૂર્ણ કરવાનું યાદ રાખવું.

(Disclaimer: અહીં આપેલી માહિતી  સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More