પ્રેમલ ત્રિવેદી/પાટણ: શહેરના યુજીવીસીએલ વર્ગ 1ના અધિકારી એસીબીના હાથે લાંચ લેતા ઝડપાયા છે. કારખાનામાં વીજ મીટર મેળવવા માટે ફરિયાદી પાસેથી 25000 માંગ્યા હતા. અને અંતે રૂપિયા 15000માં નક્કી થતા ફરિયાદીએ એસીબીને જાણ કરી હતી. એસીબીના છટકામાં અધિકારી રૂપિયા 10 હજારની લાંચ લેતા ઝડપાયા છે.
પાટણ શહેરના વર્ગ 1ના અધિકારી એસીબીના હાથે રંગેહાથે ઝડપાયા હતા. ફરિયાદીએ અધિકારીએ રૂપિયા માગતા એસીબીની ટીમને જાણ કરી હતી. કારખાનામાં વીજળીની લાઇન લેવા માટે અધિકારી લાંચ માગી હતી. અને ફરિયાદીએ આ અંગેની જાણ કરી હતી. અધિકારી એમ.જી પટેલ અને અન્ય મદદનીશની એસીબીએ પકડીને આગળની કર્યવાહી શરૂ કરી.
જુઓ LIVE TV:
ફરિયાદ મળતાની સાથે જ એસબીની ટીમે છટકુ ગોઠવીને અધિકારીને ફરિયાદીની ટીપને આધારે 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપી લીધા છે. એસીબીએ અધિકારી એમ.જી પટેલ સહિત એક અન્ય મદદનીશની અટકાયત કરીને વધુ તપાસ શરૂ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે