નવી દિલ્હીઃ વિરોધ પક્ષના નેતાઓના સવાલનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં સ્પષ્ટતા કરી કે, જમ્મુ-કાશ્મીરમાં પરિસ્થિતિ સામાન્ય થઈ ગયા પછી આ રાજ્યને ફરીથી પૂર્ણ રાજ્યનો દરજ્જો આપી દેવામાં આવશે. શાહે જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીર ભારતનો મુકુટમણી છે, તેમની સરકાર એવું ક્યારેય ઈચ્છશે નહીં કે ત્યાં આવી સ્થિતિ કાયમ રહે. અમિત શાહે જણાવ્યું કે, જમ્મુ-કાશ્મિરમાં પરિસ્થિતિ સામાન્ય કરવામાં ધારા-370 સૌથી મોટું વિઘ્ન હતું.
રાજ્યસભામાં વિરોધ પક્ષના સવાલનો જવાબ દરમિયાન અમિત શાહે જમ્મુ-કાશ્મીરના યુવાનોને જમાવ્યું કે, કોંગ્રેસે 70 વર્ષથી તેમને ધારા-370થી બાંધી રાખ્યા છે, જેના કારણે તેઓ વિકાસથી વંચિત રહ્યા છે. વર્તમાન કેન્દ્ર સરકારને ધારા-370 વગર પાંચ વર્ષ આપી દો, પછી જૂઓ ત્યાં શું થાય છે?
જમ્મુ કાશ્મીર રાજ્ય પુનર્ગઠન વિધેયક રાજ્યસભામાં 125:61 ની બહુમતીથી પસાર
અમિત શાહે કાશ્મીરની જનતાને વિશ્વાસ અપાવ્યો કે, તેઓ આ રાજ્યને વિકાસની શ્રેણીમાં અગ્રણી રાજ્ય બનાવીને રહેશે. ત્યાં દારૂ-ગોળાના બદલે બાળકોના સ્કૂલે જવાની અને વિકાસના સમાચારો જોવા મળશે. શાહે જણાવ્યું કે, દેશભરમાં 6-14 વર્ષના બાળકોને મફત શિક્ષણનો અધિકાર મળેલો છે, પરંતુ જમ્મુ-કાશ્મીરના બાળકોને નહીં.
જમ્મુ-કાશ્મીરઃ મહેબુબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લાની કરાઈ ધરપકડ, ગઈકાલથી હતા નજરકેદ
ધારા-370ના કારણે જમ્મુ-કાશ્મીરનો વિકાસ થઈ શક્યો નથી. અનેક કંપનીઓ પોતાનાં વિકાસ પ્રોજેક્ટ લઈને ત્યાં જતી ન હતી. હવે, ધારા-370 દૂર થઈ જવાથી રાજ્યમાં નવું રોકાણ આવશે અને તેના કારણે યુવાનોના રોજગારની સંભાવનાઓ વધશે.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે