Patidar Anamat Andolan : ગુજરાતમાં ફરી એકવાર નવાજૂનીના ભણકારા વાગી રહ્યાં છે. કંઈક મોટું થશે. કારણ કે, ગુજરાતના પાટીદારોમાં ફરી ધમધમાટ શરૂ થયો છે. આજે ગાંધીનગરમાં પાટીદારોની મેગા બેઠકનું આયોજ કરાયું છે. જેમાં મોટી ઉથલપાથલના એંધાણ છે. કારણ કે, તેમાં એક સમયના પાટીદાર અનામત આંદોલન સમયના આંદોલનકારી નેતાઓ એકઠા થવાના છે.
પાટીદાર સમાજના પ્રશ્નો મુદ્દે બેઠક બોલાવાઈ
પાટીદાર અનામત આંદોલન સમયના આંદોલનકારીઓ આજે એકઠા થવાના છે. પાટીદાર આંદોલનના નેતાઓ આજે ફરી એક વખત એક મંચ પર જોવા મળશે. પાટીદાર અનામત આંદોલનના સક્રિય આંદોલનકારી નેતાઓની આજે બેઠકનું આયોજન કરાયું છે. ગાંધીનગર ખાતે ચિંતન શિબિર મળવાની છે. આ ચિંતન શિબિરમાં પાટીદાર અનામત આંદોલનના સક્રિય આગેવાનો હાજરી આપશે. ગુજરાતમાં પાટીદાર સમાજના દેખીતા પ્રાણપ્રશ્નોને લઈને બેઠક બોલાવી હોવાનું કહેવાય છે. ગાંધીનગર ખાતે ચિંતન શિબિર નું બપોરે 2 થી 4 વાગ્યા વચ્ચે મળશે. સાંજે 4.30 કલાકે આંદોલનકારી આગેવાનો પ્રેસ કોન્ફરન્સ કરીને મિટિંગમાં ચર્ચાયેલ મુદાઓ જાહેર કરશે.
સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજના દેખીતા પ્રાણપ્રશ્નો ને લઈને આગામી તારીખ ૨૮/૦૬/૨૪ ને શનિવાર ના રોજ ગાંધીનગર મુકામે પાટીદાર આંદોલન થી જોડાયેલા મુખ્ય આંદોલનકારીઓ અને લડાયક સામાજિક આગેવાનોની એક ચિંતન શિબિર નું આયોજન કરવામાં આવેલ છે.
જય સરદાર
જય માં ઉમાઁખોડલ
— Varun Patel (@varunpateloffic) June 26, 2025
ગોપાલ ઈટાલિયાની જીત બાદ જાગૃત થયા પાટીદારો
આ બેઠકમાં PAAS ના અગ્રણી કન્વીનરો, જેમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા, વરુણ પટેલ હાજર રહેશે. ચર્ચા છે કે, વિસાવદરમાં પાટીદાર નેતા ગોપાલ ઈટાલીયાની જીત બાદ પાટીદારો સક્રિય થયા છે. સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજના વિવિધ પ્રાણપ્રશ્નોને લઈને ચર્ચાઓ ચાલી રહી છે. આ જ મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવા અને ભવિષ્યની રણનીતિ ઘડવા માટે આ 'ચિંતન શિબિર'નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાટીદાર સમાજના લગતા પ્રાણપ્રશ્નો પર ચર્ચા કરાશે. આ બેઠકમાં ગોંડલ સહિતના અન્ય મહત્વના સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર પણ વિચાર-વિમર્શ કરવામાં આવશે. સાથે જ ગોંડલમાં ચાલી રહેલા રાજકારણ મુદ્દે ખાસ ચર્ચા કરવામાં આવશે. આગામી સમયમાં આ બેઠકના કેવા પડઘા પડશે તે જોવું રહ્યું.
આપ નેતા ચૈતર વસાવાનો આક્ષેપ, મનરેગા કૌભાંડમાં ભાજપ-કોંગ્રેસ બંનેનો હાથ
વરુણ પટેલની ટ્વીટ
આ બાબતે પાટીદાર અગ્રણી વરુણ પટેલે ટ્વીટમાં કહ્યુ કે, સમગ્ર ગુજરાતમાં પાટીદાર સમાજના દેખીતા પ્રાણપ્રશ્નો ને લઈને આગામી તારીખ ૨૮/૦૬/૨૪ ને શનિવાર ના રોજ ગાંધીનગર મુકામે પાટીદાર આંદોલન થી જોડાયેલા મુખ્ય આંદોલનકારીઓ અને લડાયક સામાજિક આગેવાનોની એક ચિંતન શિબિર નું આયોજન કરવામાં આવેલ છે.
શું હાર્દિક પટેલ આવશે?
પાટીદારોની આજની બેઠકમાં સૌની નજર હાર્દિક પટેલ પર છે. આ આંદોલન જેના થકી શરૂ થયું હતું, તે હાર્દિક પટેલ કાર્યક્રમમાં હાજરી આપશે કે નહિ. હાલ હાર્દિક પટેલ વિરમગામથી ભાજપના ધારાસભ્ય છે. ત્યારે પાટીદારોના પ્રશ્નો તેઓ ઉઠાવશે કે નહિ તે મોટો પ્રશ્ન છે.
ઓલિમ્પિક પહેલા ગુજરાત હોસ્ટ કરશે વર્લ્ડ લેવલની આ સ્પોર્ટસ ગેમ્સ, બીડમાં મળી ભવ્ય જીત
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે