Home> Sports
Advertisement
Prev
Next

પાકિસ્તાન સામેની મેચ પહેલા હતો ખતરો ! બે દિવસ હોટલમાં જ કેદ રહ્યા, પ્રેક્ટિસ પણ ના કરી...રોહિત શર્માએ ખોલ્યા રાજ

India vs Pakistan Match T20 World Cup 2024 : ભારત-પાકિસ્તાન મેચ માટે ક્રિકેટ ચાહકોમાં જે ઉત્સાહ જોવા મળે છે તે અન્ય કોઈ મેચમાં જોવા મળતો નથી. ચાહકોથી લઈને ખેલાડીઓ સુધી દરેક વ્યક્તિ આ મેચની આતુરતાથી રાહ જુએ છે. ટીમ ઈન્ડિયાના વનડે કેપ્ટન રોહિત શર્માએ આવી ઘણી મેચોમાં ભાગ લીધો છે. જેમાંથી એક ગયા વર્ષે વર્લ્ડ કપમાં રમાયેલી મેચનો પણ સમાવેશ થાય છે, જેના અનુભવો રોહિત શર્માએ શેર કર્યા હતા. 

પાકિસ્તાન સામેની મેચ પહેલા હતો ખતરો ! બે દિવસ હોટલમાં જ કેદ રહ્યા, પ્રેક્ટિસ પણ ના કરી...રોહિત શર્માએ ખોલ્યા રાજ

India vs Pakistan Match T20 World Cup 2024 : ભારત-પાકિસ્તાન મેચ માટે ક્રિકેટ ચાહકોમાં અલગ જ ઉત્સાહ હોય છે. ભારતીય ટીમે ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. બંને ટીમો અમેરિકામાં એકબીજા સામે ટકરાઈ હતી અને ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનના હાથમાંથી વિજય છીનવી લીધો હતો. ત્યારે આ મેચ પહેલા કેવો માહોલ હતો, તેને લઈને રોહિત શર્માએ મોટો ખુલાસો કર્યો છે. 

fallbacks

બુમરાહ પ્લેયર ઓફ ધ મેચ બન્યો

T20 વર્લ્ડ કપ 2024માં બંને ટીમો વચ્ચેના મુકાબલાને યાદ કરતા, રોહિતે કહ્યું કે મેચ પહેલાનું વાતાવરણ ઉત્સવ જેવું હતું. જે તેમની હોટલથી શરૂ થયું અને સ્ટેડિયમ સુધી ફેલાઈ ગયું. ભારતે તે ઓછા સ્કોરવાળી રોમાંચક મેચ છ રનથી જીતી લીધી. જસપ્રીત બુમરાહે 14 રનમાં 3 વિકેટ લીધી અને પ્લેયર ઓફ ધ મેચ બન્યો. રોહિત શર્માએ JioHotstar 'Champions feeling again' ના ખાસ શોમાં આ મેચ વિશે મોટા ખુલાસા કર્યા.

રોહિતે કહ્યું, "ભારત-પાકિસ્તાન મેચ પહેલા, અમને કહેવામાં આવ્યું હતું કે ખતરો છે - કંઈક ચાલી રહ્યું છે. તેથી મેચના બે દિવસ પહેલા, અમને હોટેલની બહાર પગ મૂકવાની મંજૂરી નહોતી. ત્યાંથી વાતાવરણ બનવા લાગ્યું. અમે હોટલમાં જ જમવાનું ઓર્ડર કરી રહ્યા હતા અને હોટેલ એટલી ભરેલી હતી કે તમે માંડ માંડ ચાલી શકો. ચાહકો, મીડિયા - દરેક જણ ત્યાં હતા. ત્યારે તમને ખ્યાલ આવે છે કે આ એક સામાન્ય મેચ નથી - કંઈક ખાસ બનવાનું છે. જેમ જેમ અમે સ્ટેડિયમની નજીક પહોંચ્યા, ત્યાં પહેલાથી જ ઉત્સ્વ જેવું લાગી રહ્યું હતું. ભારતીય ચાહકો, પાકિસ્તાની ચાહકો, બધા નાચતા અને મજા કરતા. મેં ઘણી બધી ભારત-પાકિસ્તાન મેચો રમી છે કે હવે હું આંકડો ભૂલી ગયો છું, પરંતુ તે મેચ પહેલાની ઉર્જા, તે લાગણી... તે હંમેશા કંઈક અલગ જ હોય ​​છે. તેની કોઈ સરખામણી નથી.''

ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી વચ્ચે આ ભારતીય ક્રિકેટરના ઘરે ગુંજી કિલકારી

રિષભ પંતે સૌથી વધુ રન બનાવ્યા હતા

તે મેચમાં ભારતને વિરાટ કોહલી (4), રોહિત (13) અને અક્ષર પટેલ (20)ના રૂપમાં શરૂઆતમાં મોટો ફટકો સહન કરવો પડ્યો હતો. જો કે, રિષભ પંતે 31 બોલમાં 42 રન બનાવીને ટીમનો સ્કોર 119 રન સુધી પહોંચાડ્યો. પંતના પ્રયાસોની પ્રશંસા કરતા રોહિતે કહ્યું કે વિકેટકીપર-બેટ્સમેન તેની ક્ષમતા મુજબ રમ્યો અને પડકારજનક પીચ પર ટીમને રમતમાં રાખી. રોહિતે કહ્યું, "અમે ફક્ત રિષભને રિષભ રહેવા દેવા માંગતા હતા - તે જે શ્રેષ્ઠ કરે છે તે બધું કરે. બોલરોને પરેશાન કરો, મુક્તપણે રમો અને તેણે તે બિલકુલ યોગ્ય રીતે કર્યું. તેની ઇનિંગ્સ લગભગ 42 રનની હતી અને તે પીચ પર તે 70 રન બનાવવા જેટલી હતી." તે ખૂબ જ પડકારજનક પિચ હતી - કંઈક ને કંઈક હંમેશા બનતું રહેતું હતું." 

119નો સ્કોર 160 જેવો હતો : રોહિત

રોહિતે કહ્યું, "આ મેદાન પર વધુ સારો સ્કોર કદાચ 130 કે 140 હતો. અમે 119 રન જ બનાવી શક્યા હતા. અમારી યોજના 200 સુધી જવાની નહોતી. અમે 140નો ટાર્ગેટ રાખવા માગતા હતા. જોકે, અમે ઘણી વિકેટ ગુમાવી દીધી અને પછી રિષભે તે મહત્વપૂર્ણ 40 રનથી વધુની ઇનિંગ રમી. આખરે 119 રન થયા અને મને ખરેખર લાગ્યું કે તે હજુ પણ સારો સ્કોર હોઈ શકે છે. કદાચ 10-15 રન ઓછા, પરંતુ મને ખબર હતી કે જો અમે નવા બોલથી 2-3 શરૂઆતી વિકેટ મેળવીશું, તો તે 119, 160 જેવું લાગશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More