Home> Gujarat
Advertisement
Prev
Next

આગામી છ દિવસમાં પાવાગઢ જવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર જરૂર વાંચજો...

આજથી એટલે કે 8 માર્ચ થી 13 માર્ચ સુધી 6 દિવસ પાવાગઢ ખાતે રોપ વે સેવા તેમજ નિજ મંદિર દર્શન બંધ રહેશે. જો કે મહાકાળી માતાજીના દર્શન મંદિરની વેબ સાઇટ પરથી ઘરે બેઠા જ કરી શકાશે.

આગામી છ દિવસમાં પાવાગઢ જવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર જરૂર વાંચજો...

જયેંદ્ર ભોઇ, પંચમહાલ: આજથી આગામી 6 દિવસ પાવાગઢ (Pavagadh) ખાતે રોપ વે સેવા તેમજ મહાકાળી નિજ મંદિરના દર્શન બંધ કરવામાં આવ્યા છે. દર વર્ષે કરવામાં આવતા એન્યુઅલ મેન્ટેનન્સ (maintenance) કામગીરી આ વખતે પણ કરવાની હોઈ રોપ વે સેવા આજથી આગામી 6 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય ઉષા બ્રેકો દ્વારા કરવા માં આવ્યો છે. 

fallbacks

તો સાથે પાવાગઢ (Pavagadh) નિજ મંદિરનું પણ નવીનીકરણનું કાર્ય અંતિમ તબક્કામાં પુર જોશમાં ચાલી રહ્યું છે, જેને લઈ ને નિજ મંદિરના દર્શન પણ બંધ કરવા માં આવ્યા છે. આજથી એટલે કે 8 માર્ચ થી 13 માર્ચ સુધી 6 દિવસ પાવાગઢ ખાતે રોપ વે સેવા તેમજ નિજ મંદિર દર્શન બંધ રહેશે. જો કે મહાકાળી માતાજીના દર્શન મંદિરની વેબ સાઇટ પરથી ઘરે બેઠા જ કરી શકાશે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત, 5 દિવસમાં 11 આંચકા

અત્રે ઉલ્લેખનીય છે કે, મહાશિવરાત્રીએ જૂનાગઢ (Junagadh) માં યોજાતા મેળામાં ચાલુ વર્ષે કોરોનાને લઇ સામાન્ય લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જ્યારે સાધુ-સંતો ધાર્મિક પૂજાવિધિ કરી મેળાની પરંપરા જાળવવામાં આવશે તેમ તંત્ર દ્રારા નિર્ણય કરાયો છે. આ દરમિયાન જૂનાગઢ બહારથી આવતા લોકો મેળાને લઈને મોટી સંખ્યામાં એકત્રિત ન થાય તે માટે ગીરનાર રોપ-વે બંધ કરવામાં આવ્યો છે. જે આગામી 11 માર્ચ સુધી બંધ રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More