પેરિસ: ફ્રાન્સના અબજપતિ ઉદ્યોગપતિ અને રાફેલ (Rafale) ફાઈટર જેટ બનાવનારી કંપનીના માલિક ઓલિવિયર દસોલ્ટ(Olivier Dassault) નું હેલિકોપ્ટર અકસ્માતમાં મોત નિપજ્યું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ટ્વીટ કરીને આ જાણકારી આપી. તેમણે જણાવ્યું કે ઓલિવિયર દસોલ્ટનું મોત થયું છે.
ઈમેન્યુઅલ મેક્રોને જતાવ્યો શોક
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને શોક વ્યક્ત કર્યો અને ટ્વિટર પર લખ્યું કે ઓલિવિયર દસોલ્ટ ફ્રાન્સને પ્રેમ કરતા હતા. તેમણે બિઝનેસમેન, કાયદા નિર્માતા, વાયુસેનાના કમાન્ડર તરીકે દેશની સેવા કરી. તેમનું આકસ્મિક નિધન એક મોટી ક્ષતિ છે. તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે ઊંડી સંવેદના.
રજાઓ ગાળવા ગયા હતા
અત્રે જણાવવાનું કે 69 વર્ષના ઓલિવિયર દસોલ્ટ(Olivier Dassault) ફ્રાન્સના બિઝનેસમેન અને અબજોની સંપત્તિના માલિક સર્જ દસોલ્ટના મોટા પુત્ર હતા. તેમના ગ્રુપે રાફેલ ફાઈટર જેટ બનાવ્યું છે. પોલીસના જણાવ્યાં મુજબ ખાનગી હેલિકોપ્ટર નોર્મન્ડીમાં રવિવારે બપોરે દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું. જ્યાં તેઓ રજા ગાળવા ગયા હતા.
દસોલ્ટના બોર્ડથી પાછું લીધી હતું નામ
ઓલિવિયર દસોલ્ટ વર્ષ 2002માં ફ્રાન્સની નેશનલ એસેમ્બલીના સભ્ય તરીકે ચૂંટાયા હતા અને ફ્રાન્સના ઓઈસ એરિયાનું પ્રતિનિધિત્વ કરતા હતા. રિપબ્લિકન પાર્ટીના સાંસદ દસોલ્ટે રાજનીતિક કારણો અને હિતોના કોઈ પણ ટકરાવથી બચવા માટે કંપનીના બોર્ડથી પોતાનું નામ પાછું ખેંચ્યું હતું.
Pakistan માં પતિ-પત્ની અને બાળકો સહિત આખા હિન્દુ પરિવારની ગળું ચીરીને હત્યા કરાઈ
Corona Vaccine નહીં ખરીદે પાકિસ્તાન, આ બે વસ્તુની મદદથી લડશે કોરોના સામે જંગ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે