હિમાશું ભટ્ટ/મોરબી: ભારત પાકિસ્તાન વચ્ચે હાલમાં યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેવા સમયે મોરબી જિલ્લામાં દરિયાઈ કાંઠાના ગ્રામ્ય વિસ્તારના લોકોએ શું કરવું શું ન કરવું તેની સમજ આપવા માટે તેને આજે રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દરિયાકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં પહોંચ્યા હતા અને હાલની પરિસ્થિતિમાં કોઈએ ડરવાની જરૂર નથી અને કોઈ પણ શંકાસ્પદ માહિતી કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ હોય તો તેની જાણ પોલીસને કરવા માટે કહ્યું હતું.
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષામાં વધારો! પોલીસ કાફલો ખડકાયો
છેલ્લા ચાર દિવસથી ઓપરેશન સિંદુર અંતર્ગત ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને રાત્રિ દરમિયાન ડ્રોન હુમલા થતા હોય તેવું પણ જોવા મળે છે ત્યારે મોરબી જિલ્લો કચ્છની નજીકનો જિલ્લો છે અને કચ્છ તથા જામનગરની વચ્ચે આવતો જિલ્લો છે. આ જિલ્લામાં પણ દરિયાઈ વિસ્તાર આવે છે અને જેથી માછીમારી કરવા માટે થઈને જતા માછીમારો તેમજ ગ્રામજનોને સમજ આપવા માટે તેને આજે અશોકકુમાર યાદવ માળિયા તાલુકામાં પહોંચ્યા હતા.
કચ્છ-ભુજ બાદ હવે આ જિલ્લામાં અપાયું રેડ એલર્ટ; ઘરની બહાર ન નીકળવા લોકોને કરાઈ અપીલ
ત્યાં વવાણીયા, વર્ષામેડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં લોકોને સમજૂત કર્યા હતા તથા નવલખી પોર્ટની સુરક્ષા વ્યવસ્થા ને લઈને મુલાકાત પણ લીધી હતી. ખાસ કરીને લોકોને કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વ્યક્તિ અથવા તો માહિતી મળે તો તે પોલીસને આપવા તેમજ તંત્ર તથા આર્મીને તમામ પ્રકારનો સહયોગ આપવા માટે સમજાવ્યા હતા.
ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે રેલવેનો મોટો નિર્ણય...આ વિસ્તારોમાં રાત્રે નહીં દોડે ટ્રેન
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે