વડોદરાઃ વડોદરા શહેરના અકોટ વિસ્તારમાં આવેલી પીએફ ઓફિસના એન્ફોર્સમેન્ટ ઓફિસર રજનીશ તિવારી 5 લાખ રૂપિયાની લાંચ લેતા સીબીઆઇએ ઝડપી પાડ્યો છે.
વધુમાં વાંચો: ‘બાપ રે’ ફિલ્મ પરથી હટ્યો સ્ટે, હવે મોટા અક્ષરે રિલીઝ થશે ‘હવે થશે બાપ રે’
વડોદરાની કંપનીના સર્વેની કામગીરી માટે રજનીશ તિવારીએ 20 લાખ રૂપિયા માંગ્યા હતા. જોકે કંપનીના સંચાલકને લાંચ આપવી ન હોવાથી તેઓએ ગાંધીનગર સીબીઆઇને આ અંગે ફરિયાદ કરી હતી. જેથી સીબીઆઇએ છટકુ ગોઠવીને રજનીશ તિવારીને લાંચ લેતા ઝડપી પાડ્યા હતા.
વધુમાં વાંચો: અલ્પેશ કથિરીયાના જામીન રદ્દ કરવા કરાઇ અરજી, કોર્ટ 15મી આપશે ચુકાદો
20 લાખ પૈકી 5 લાખનો પ્રથમ હપ્તો સ્વિકારતી વખતે સીબીઆઇની ટીમે રજનીશ તિવારીની ઝડપી પાડ્યા હતા. પીએફ ઓફિસના એન્ફોર્સમેન્ટ ઓફિસર રજનીશ તિવારી કેન્દ્રીય કર્મચારી હોવાથી સીબીઆઇએ કાર્યવાહી કરી હોવાનું જાણવા મળ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે