Home> Gujarat
Advertisement
Prev
Next

PMને મળ્યો સંતોનો સાથ! પાવાગઢમાં સંત સંમેલનમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહારો

અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ અવિચલ દાસ મહારાજ અને મહામંત્રી દંડી સ્વામીશ્રી જીતેન્દ્રાનંદ સરસ્વતીજી દ્વારા CAAના કાયદાને આવકારવામાં આવ્યો હતો. તેમજ સંત સમિતિ અને તમામ સંતો ભારતીય જનતા પાર્ટી સાથે હોવાની તેમજ આગામી ચૂંટણીમાં ભાજપની તરફેણમાં મતદાન કરાવવાની અપીલ કરી રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ પર ખૂબ જ આકરા પ્રહારો કર્યા હતા. 

PMને મળ્યો સંતોનો સાથ! પાવાગઢમાં સંત સંમેલનમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર પ્રહારો

ઝી બ્યુરો/પંચમહાલ: શક્તિપીઠ પાવાગઢ ખાતે નિજ મંદિર પરિસરમાં મંદિર ટ્રસ્ટ દ્વારા સંત સંમેલન યોજાયું. અયોધ્યા ખાતે જે સંતો ને આમંત્રણ મળ્યું હતું. તેવા ગુજરાતના વિવિધ સંપ્રદાયોના સંતોનું પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય પ્રમુખ અવિચલ દાસ મહારાજ અને મહામંત્રી દંડી સ્વામીશ્રી જીતેન્દ્રાનંદ સરસ્વતીજી દ્વારા CAAના કાયદાને આવકારવામાં આવ્યો હતો. તેમજ સંત સમિતિ અને તમામ સંતો ભારતીય જનતા પાર્ટી સાથે હોવાની તેમજ આગામી ચૂંટણીમાં ભાજપની તરફેણમાં મતદાન કરાવવાની અપીલ કરી રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ પર ખૂબ જ આકરા પ્રહારો કર્યા હતા. 

fallbacks

પોરબંદરમાં 5 લાખની લીડ અસંભવ, મનસુખ માંડવિયા જીતશે તો પણ આ કારણો નડશે

પાવાગઢ ખાતે યોજાયેલ સંત સંમેલન માં ઉપસ્થિત સંતો દ્વારા પાવાગઢ નિજ મંદિર પરિસરમાં અખિલ ભારતીય સંત સમિતિના નેજા હેઠળ સૌથી મોટી જાહેરાત કરવામાં આવી હતી. આગામી લોકસભાની ચૂંટણીમાં સંતો અને સંત સમીતિ નરેન્દ્ર મોદી અને ભાજપ સાથે રહેશે તેવી જાહેરાત કરતા તમામ સંતો 400 પારના નારાને સિદ્ધ કરવા લાગી જવા હાકલ કરી હતી. સંતોએ જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટી જ એકમાત્ર એવી પાર્ટી છે. જેને પોતાનો ચૂંટણી ઢંઢેરો બદલવો પડશે કારણે તેને ચૂંટણી ઢંઢેરામાં અગાઉ જાહેર કરેલા તમામ કાર્યો તો કરી નાખ્યા છે.

ગુજરાત કોંગ્રેસ નવા ચહેરાઓના ભરોસે,જાણો કઈ સીટ પર BJP સામે કોણ છે કોંગ્રેસનો ઉમેદવાર

પાવાગઢ ખાતે સંત સંમેલનમાં સંત અવિચલદાસ મહારાજ અને દંડી સ્વામીશ્રી જીતેન્દ્રાનંદ સરસ્વતીજી સહિતના સંતો એ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો પણ કર્યા હતા. સંતોએ કહ્યું કે રાહુલ ગાંધીએ માનસિક સંતુલન ગુમાવ્યું છે. તેને ઐશ્વર્યા રાય અને કંગના રણોત વચ્ચે ફર્ક જ નથી સમજાતા. સંત સમિતિ એ નવા CAA કાયદાને વધાવ્યો અને આગામી સમયમાં લોકોને આનો સીધો ફાયદો થશે તેમ જણાવ્યું હતું. હવે ધર્મકારણ અને રાજકારણ સાથે ચાલીને રામ રાજ્ય ની સ્થાપના કરવાની છે. 

આનંદીબેનથી, રૂપાણી અને આજે ખટ્ટરનો વારો, ગુજરાતમા પ્રયોગ બાદ 4 રાજ્યના CMની ખુરશી ગઈ

સંત સંમેલન બાદ ઉપસ્થિત સંતોએ પાવાગઢ મંદિર ની ફરતે 51 શક્તિપીઠોની સ્થાપના સાથેના પરિક્રમા પથનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું. પાવાગઢના દુધિયા તળાવથી શરૂ કરી ફરીથી દુધિયા તળાવ પૂર્ણ થાય તેવો 1.2 કિ.મીનો પરિક્રમા પથનું નિર્માણ થશે. જેનું આજરોજ ઉપસ્થિત સંતોના હસ્તે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું.

Video: હે ભગવાન! મેટ્રોમાં સીટ માટે કોઈ આટલું બેશર્મ બની શકે ખરું? મહિલાએ શું કર્યું

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More