Home> Sports
Advertisement
Prev
Next

WPL 2024: એલિસ પેરીનો કમાલ, મુંબઈ ઈન્ડિયન્સને હરાવી આરસીબીની પ્લેઓફમાં એન્ટ્રી

WPL 2024: હરમનપ્રીત કૌરની આગેવાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સે સાત વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. આ જીત સાથે આરસીબીએ પ્લેઓફમાં એન્ટ્રી કરી લીધી છે. 
 

 WPL 2024: એલિસ પેરીનો કમાલ, મુંબઈ ઈન્ડિયન્સને હરાવી આરસીબીની પ્લેઓફમાં એન્ટ્રી

MIW vs RCBW Match Report: રોયલ ચેલેન્જર્સ બેંગલોરે મુંબઈ ઈન્ડિયન્સને હરાવી દીધું છે. હરમનપ્રીત કૌરની આગેવાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સે સાત વિકેટથી હારનો સામનો કરવો પડ્યો છે. આ જીત બાદ સ્મૃતિ મંધાનાની આગેવાનીમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર પ્લેઓફમાં પહોંચી ગઈ છે. હવે આ રીતે પ્લેઓફમાં રમનારી ત્રણેય ટીમનો નિર્ણય થઈ ગયો છે. આ પહેલા દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સે પ્લેઓફ માટે ક્વોલીફાઈ કર્યું હતું. દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સના બરાબર 10-10 પોઈન્ટસ છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 8 પોઈન્ટ્સની સાથે પ્લેઓફ માટે ક્વોલીફાઈ કર્યું છે. 

fallbacks

એલિસ પેરી અને ઋચા ઘોષની શાનદાર ઈનિંગ
રોયલ ચેલેન્જર્સ બેંગલોરની સામે 114 રનનો લક્ષ્ય હતો. સ્મૃતિ મંધાનાની ટીમે 15 ઓવરમાં 3 વિકેટ ગુમાવી જીત મેળવી હતી. આરસીબી માટે એલિસ પેરીએ સૌથી વધુ રન બનાવ્યા હતા. પેરી 38 બોલમાં 40 રન બનાવી અણનમ રહી હતી. જ્યારે ઋચા ઘોષ 28 બોલમાં 36 રન બનાવી અણનમ રહી હતી. આરબીસીની કેપ્ટન સ્મૃતિ 11 રન બનાવી આઉટ થઈ હતી. સોફી મોલિનેક્સ 9 રન અને સોફી ડિવાઇન 4 રન બનાવી આઉટ થઈ હતી. 

મુંબઈ ઈન્ડિયન્સ માટે શબનમ ઇસ્માઈલ સિવાય નેટ સીવર બ્રંટ અને હેલી મેથ્યૂઝને એક-એક વિકેટ મળી હતી. 

મેચની વાત કરવામાં આવે તો આરસીબીએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પેરીએ કેપ્ટનનો નિર્ણય સાચો ઠેરવ્યો હતો. તેણે મુંબઈને 19 ઓવરમાં 113 રન પર ઓલઆઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર પેસીએ 4 ઓવરના સ્પેલમાં માત્ર 15 રન આપી છ વિકેટ લીધી હતી. તે મહિલા પ્રીમિયર લીગમાં છ વિકેટ લેનાર પ્રથમ ખેલાડી બની ગઈ છે. તો મોલિનક્સ, આશા શોભના, ડિવાઇન અને શ્રેયાંકા પાટિલને એક-એક વિકેટ મળી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More