અમદાવાદઃ પહેલગામ આતંકી હુમલાનો બદલો લેતા ભારતે ઓપરેશન સિંદૂર ચલાવ્યું હતું. આ ઓપરેશન દ્વારા ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓકેમાં આવેલા અનેક આતંકી કેમ્પનો સફાયો કર્યો છે. સેનાની કાર્યવાહીમાં 100થી વધુ આતંકીઓના મોત થયા છે. ત્યારબાદ બંને દેશ વચ્ચે સીઝફાયરની જાહેરાત થઈ હતી. ભારતીય જનતા પાર્ટી દ્વારા ઓપરેશન સિંદૂર બાદ દેશભરમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે. હવે ગુજરાતમાં પણ હલચલ જોવા મળશે.
ગુજરાતના પ્રવાસે આવશે દિગ્ગજો
ભારતીય જનતા પાર્ટીની ચાલી રહેલી તિરંગા યાત્રા વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં આગામી 15 દિવસમાં પીએમ મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે આવી શકે છે. રાજનાથ સિંહ 16 મે, શુક્રવારે કચ્છના ભુજ એરબેઝની મુલાકાત લઈ શકે છે. તો પીએમ મોદી અને અમિત શાહના પ્રવાસને લઈને રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ અમદાવાદમાં 31 મે સુધી પેટ ડોગની નોંધણી ફરજીયાત, બાકી નોટિસ ફટકારશે AMC, જાણો વિગત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 17 અને 18 મેએ ગુજરાત આવવાના છે. અમિત શાહ અમદાવાદ અને ગાંધીનગરમાં પૂર્વનિર્ધારિત કાર્યક્રમોમાં હાજર રહેવાના છે. અમિત શાહ નવા વિકાસ કાર્યક્રમોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવાના છે. આ સિવાય અમિત શાહ ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં એક બેઠકનું આયોજન કરી શકે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પીએમ નરેન્દ્ર મોદી 27 મેના રોજ ગુજરાતની મુલાકાત લઈ શકે છે. પીએમ મોદી આ દરમિયાન સરહદી જિલ્લા કચ્છની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ સૈન્ય દળો, ઓપરેશન સેન્ટરનું નિરીક્ષણ અને જવાનો સાથે સંવાદ કરી શકે છે. પીએમ મોદીના કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે