Home> Gujarat
Advertisement
Prev
Next

સુરત સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારી, જીવિત નવજાત શિશુને મૃત જાહેર કર્યું

સુરતની સરકારી હોસ્પિટલના ડોક્ટરોએ ગંભીર બેદરકારી દાખવી છે. તબીબોએ જીવિત નવજાતનું મોત થઈ ગયું હોવાનું કહી પરિવારજનોને બાળક અંતિમ સંસ્કાર માટે સોંપી દીધું હતું.
 

 સુરત સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારી, જીવિત નવજાત શિશુને મૃત જાહેર કર્યું

પ્રશાંત ધિવરે, સુરતઃ સુરતની સરકારી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. સિવિલ હોસ્પિટલના તબીબો સામે દર્દીના પરિવારજનોએ ગંભીર આરોપ લગાવ્યાં છે. હોસ્પિટલે એવી બેદરકારી દાખવી કે નવજાત જન્મેલા શિશુને મૃત જાહેર કરી દીધું હતું. એટલું જ નહીં ડોક્ટરો પોતાની ભાન ભૂલી ગયા હોય તે બાળક પરિવારજનોને અંતિમ સંસ્કાર માટે પણ આપી દીધું હતું.

fallbacks

હોસ્પિટલમાં ડોક્ટરોની બેદરકારી
સુરતની સરકારી હોસ્પિટલ સતત વિવાદમાં રહે છે. પરંતુ આ વખતે તો ડોક્ટરોએ જે ભૂલ કરી તેની સામે સવાલો ઉઠી રહ્યાં છે. પ્રાપ્ત વિગત અનુસાર સુરતમાં એક જીવિત નવજાત બાળકને તબીબોએ મૃત જાહેર કરી દીધું હતું. ડોક્ટરોએ આ શિશુના અંતિમ સંસ્કાર થાય તે માટે પરિવારજનોને સોંપી દીધું હતું. પરિવારજનોએ પણ ડોક્ટરની વાત માની લીધી હતી.

પરિવારજનો બાળકને લઈને જઈ રહ્યાં હતા તો નવજાત અચાનક શ્વાસ લેવા લાગ્યું હતું. ત્યારબાદ પરિવારજનો તાત્કાલીક બાળકને સાવરા માટે હોસ્પિટલના આઈસીયુમાં લઈને દોડ્યા હતા. હવે આ નવજાતની સારવાર ચાલી રહી છે. પરિવારજનોએ બેદરકાર ડોક્ટરો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More