Home> Gujarat
Advertisement
Prev
Next

PM મોદીના આગમન પહેલા વડોદરામાં ધમધમાટ, 30 હજાર મહિલાઓ સિંદૂર કલરની સાડી પહેરશે

PM Modi Rally In Vadodara : PMના રોડ શોને લઇને ધમધમાટ.. અમદાવાદમાં 26 મેના રોજ રેલી નીકળશે... આખા શહેરમાં રંગરોગાન, સમારકામ શરૂ 
 

PM મોદીના આગમન પહેલા વડોદરામાં ધમધમાટ, 30 હજાર મહિલાઓ સિંદૂર કલરની સાડી પહેરશે

Vadodara News રવિ અગ્રવાલ/વડોદરા : ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર વડોદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો રોડ શો યોજાશે, જેને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. કેવી રીતે રોડ શો ના રૂટને સજાવવામાં આવી રહ્યો છે અને શું છે કાર્યક્રમ જુઓ આ રિપોર્ટમાં… 

fallbacks

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓપરેશન સિંદૂરથી દેશની મહિલાઓનું સન્માન અને સ્વાભિમાન વધાર્યું છે. ત્યારે પીએમ મોદી 26 મે ના રોજ વડોદરા મુલાકાતે આવી રહ્યા છે. જેને લઈ વડોદરામાં સિંદૂર સન્માન યાત્રાનું આયોજન કરાયું છે. 

જૂના એરપોર્ટ થી એરફોર્સ ગેટ સુધી પીએમ મોદી કરશે રોડ શો 

  • 700 મીટરનો થશે રોડ શો 
  • ખુલ્લી જીપમાં પીએમ મોદીનું મહિલાઓ કરશે સ્વાગત અને સન્માન 
  • 30 હજાર મહિલાઓ સિંદૂર કલરની સાડી પહેરશે 
  • રોડ શોના રૂટ પર 15 સ્ટેજ બાંધવામાં આવશે 
  • સ્ટેજ પર મહિલાઓ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ કરી પીએમનું કરશે સ્વાગત 
  • મહિલાઓ થાળીમાં સિંદૂર અને અક્ષતથી પીએમ મોદીનું કરશે સન્માન 
  • રોડ શોના રુટને ત્રિરંગા કલરથી સજાવવામાં આવી રહ્યો છે 
  • ડિવાઈડરની રેલિંગને પણ ત્રિરંગા કલરથી રંગવામાં આવી 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શો ના રૂટ પર અત્યારથી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વડોદરા કોર્પોરેશન, વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સંયુક્ત રીતે કામગીરી કરી રહ્યા છે. તંત્રએ 20 કમિટીઓ બનાવી 150 થી વધુ અધિકારીઓને જવાબદારી સોંપી છે. રોડ શો ના રૂટ પર ઓપરેશન સિંદૂર અને સેનાના સન્માનના મોટા મોટા હોર્ડિંગ્સ લગાવ્યા છે. સાથે સુરક્ષાને ધ્યાને રાખીને ટુ લેયર બેરિકેટિંગ પણ કરવામાં આવ્યું છે. બોમ્બ અને ડોગ સ્કવોડની ટીમ રૂટ પર ચેકિંગ પણ કરી રહી છે. પોલીસે પીએમ મોદીના રોડ શો ને લઈ 25 થી વધુ CCTV કેમેરા લગાવ્યા છે જેનાથી લોકો પર બાજ નજર રાખવામાં આવશે. 

મહત્વની વાત છે કે પીએમ મોદીના રોડ શો ને લઈ વડોદરા ભાજપે ખાસ તૈયારી કરી છે. એરપોર્ટમાં જ પીએમ મોદીનું મહિલાઓ સન્માન કરશે. ભાજપે કાર્યક્રમમાં 30,000 મહિલાઓ આવે તેવી તૈયારીઓ કરી છે, જેના માટે વોર્ડ દીઠ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓને જવાબદારી આપી દીધી છે. ત્યારે પીએમ મોદીનું સ્વાગત અને સન્માન કરવા વડોદરાની મહિલાઓ અને લોકો થનગની રહ્યા છે અને તંત્ર પણ સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More