Home> Gujarat
Advertisement
Prev
Next

Raksha Bandhan: કોણ છે તે પાકિસ્તાની મહિલા, જે PM મોદીને 26 વર્ષથી બાંધે છે રાખડી

કમર શેખ (Qamar Mohsin Shaikh) કહે છે કે એકવાર રક્ષાબંધન (Rakshabandahan) હતી, તો મેં મોદી ભાઇને રાખડી બંધાવવાનો આગ્રહ કર્યો અને તેમણે કાંડુ આગળ કરી રાખડી બંધાવી લીધી, ત્યારથી કમર રાખડી બાંધતી આવી છે.

Raksha Bandhan: કોણ છે તે પાકિસ્તાની મહિલા, જે PM મોદીને 26 વર્ષથી બાંધે છે રાખડી

આશ્કા જાની, અમદાવાદ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ને ગત 26 વર્ષથી રાખડી બાંધનાર તેમની પાકિસ્તાની બહેન (Pakistani sister) કમર શેખએ આ વર્ષે પણ તેમના માટે સુંદર રાખડી (Rakhi) બનાવી છે. રાખડી સાથે ભાઇ-બહેનના પ્રેમનો સંદેશવાળા લખાણને બંનેના 26 વર્ષ જૂના સંબંધને નરેન્દ્ર મોદી (Narendra Modi) એ આજે પ્રધાનમંત્રી બન્યા પછી સાચવી રાખ્યા છે. 

fallbacks

કમર શેખ (Qamar Mohsin Shaikh) પોતાના ભાઇ માટે રાખડી બનાવી છે જે ગત 26 વર્ષોથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથ પર બાંધે છે અને દર વખતે દુઆ કરે છે કે તેમના ભાઇની જીંદગીમાં આગળ વધે અને સુરક્ષિત રહે. કમર જહાંએ આ વર્ષે પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે ખાસ રાખડી બનાવી છે. 

Raksha Bandhan: ઇકબાલભાઇની રાખડીઓ જોઇને PM પણ થઇ ચૂક્યા છે આકર્ષિત

આ સાથે જ કમર શેખ (Qamar Mohsin Shaikh) એ ભાઇ-બહનના પ્રેમને જોતાં એક પત્ર પણ લખ્યો છે. કમર જહાંનું કહેવું છે કે તેમનો આ સંબંધ 26 વર્ષ જૂનો  છે, આ ત્યારનો સંબંધ છે, જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપમાં ફક્ત જનરલ સેક્રેટરી હતા. 

જોકે કમર જહાંને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ની પાકિસ્તાની બહેન એટલા માટે કહેવામાં આવે છે, કારણ કે તેમનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો, પરંતુ તેમના લગ્ન ભારતીય પેન્ટર મોહસિન શેખની સાથે થયો હતા.  ત્યારબાદથી કમર શેખ (Qamar Mohsin Shaikh) છેલ્લા 39 વર્ષોથી ભારતમાં છે. ગત વર્ષે કોરોના સંકટના લીધે તે પ્રધાનમંત્રીને રાખડી બાંધી શકી ન હતી, પરંતુ તેમણે રાખડી પોસ્ટ મારફતે મોકલી દીધી હતી. 
fallbacks
આટલી એજ્યુકેટેડ છે દેશના ધનકુબરોની પત્નીઓ, નીતા અંબાણીથી માંડીને ગૌતમ અદાણીની પત્ની

કમર શેખ (Qamar Mohsin Shaikh) ના પતિ મોહસિન શેખ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકબીજાના ખૂબ નજીકના મિત્ર હતા. કમર શેખ (Qamar Mohsin Shaikh) નું કહેવું હતું કે જ્યારે હું પહેલીવાર તેમને દિલ્હીમાં મળી હતી, ત્યારે તેમને ખબર પડી કે હું કરાંચીથી છું અને અહીં લગ્ન કર્યા છે, ત્યારે તેમણે બહેન કરીને મને સંબોધિત કરી હતી, મારો કોઇ ભાઇ નથી. 

કમર શેખ (Qamar Mohsin Shaikh) કહે છે કે એકવાર રક્ષાબંધન (Rakshabandahan) હતી, તો મેં મોદી ભાઇને રાખડી બંધાવવાનો આગ્રહ કર્યો અને તેમણે કાંડુ આગળ કરી રાખડી બંધાવી લીધી, ત્યારથી કમર રાખડી બાંધતી આવી છે. તેમનું કહેવું છે કે દિલ્લી થી દર વર્ષે ફોન આવે છે પરંતુ આ વર્ષે હજુ કોરોના કારણે ફોન નથી આવ્યો પણ જો આવશે તો દિલ્લી જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More