Home> World
Advertisement
Prev
Next

UNSC: અફઘાનિસ્તાનની સ્થિતિ સારી નથી, યૂએનમાં આતંકવાદ પર પણ બોલ્યા જયશંકર

અફઘાનિસ્તાન પર UNSC માં ભારતે સ્પષ્ટ કહ્યુ કે આતંકવાદ કોઈપણ રૂપમાં સ્વીકાર્ય નથી. કેટલાક દેશો આતંકવાદ વિરુદ્ધ લડાઈને નબળી પાડી રહ્યાં છે. તેમણે કહ્યું- ભારત, આતંકવાદથી સંબંધિત પડકારો અને ક્ષતિથી વધુ પ્રભાવિત રહ્યું છે. વિશ્વએ આતંકવાદની અનિષ્ટ સાથે ક્યારેય સમાધાન ન કરવું જોઈએ. 

UNSC: અફઘાનિસ્તાનની સ્થિતિ સારી નથી, યૂએનમાં આતંકવાદ પર પણ બોલ્યા જયશંકર

ન્યૂયોર્કઃ S Jaishankar On Terrorism: વિદેશ મંત્રી એસ જયશંકરે આજે આતંકવાદી કૃત્યો દ્વારા આંતરરાષ્ટ્રીય શાંતિ તથા સુરક્ષા માટે ખતરા પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધિત કરી છે. આ દરમિયાન એસ જયશંકરે પાકિસ્તાન પર ઇશારા-ઇશારામાં નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું કે, કેટલાક એવા દેશ છે જે આતંકવાદ સામે લડવાના આપણા સામૂહિક સંકલ્પને નબળો પાડે છે, તેની મંજૂરી આપી શકાય નહીં. 

fallbacks

તેમણે કહ્યું- ભારત, આતંકવાદથી સંબંધિત પડકારો અને ક્ષતિથી વધુ પ્રભાવિત રહ્યું છે. વિશ્વએ આતંકવાદની અનિષ્ટ સાથે ક્યારેય સમાધાન ન કરવું જોઈએ. ભારતનું માનવું છે કે આતંકવાદને કોઈ ધર્મ, રાષ્ટ્રીયતા, સભ્યતા કે જાતીય સમૂહ સાથે જોડવા જોઈએ નહીં. 

જયશંકરે કહ્યુ કે, આતંકવાદના બધા રૂપો, અભિવ્યક્તિની નિંદા કરવી જોઈએ, તેને કોઈપણ રીતે ન્યાયયોગ્ય ઠેરવી શકાય નહીં. 

તેમણે કહ્યું કે, આઈએસઆઈએસનું નાણાકીય સંસાધન એકત્રીકરણ વધુ મજબૂત બન્યું છે, હત્યાઓનું ઇનામ હવે બિટકોઇનના રૂપમાં આપવામાં આવી રહ્યું છે. વિદેશ મંત્રીએ કહ્યું કે, વ્યવસ્થિત ઓનલાઇન પ્રચાર અભિયાનો દ્વારા નબળા યુવાઓને કટ્ટરપંથી ગતિવિધિઓમાં સામેલ કરવા ગંભીર ચિંતાનો વિષય બનેલો છે. 

તેમણે કહ્યું કે, અમારા પાડોશમાં આઈએસઆીએલ-ખોરાસન (ISIL-K) સતત વિસ્તાર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અફઘાનિસ્તાનમાં થનારી ઘટનાઓએ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા બંને માટે ચિંતાને સ્વાભાવિક રૂપે વધારી દીધી છે. એસ જયશંકરે કહ્યુ કે, પ્રતિબંધિત હક્કાની નેટવર્કની વધતી ગતિવિધિઓ આ ચિંતાને યોગ્ય ઠેરવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More