Home> Gujarat
Advertisement
Prev
Next

VALSAD માં ભાજપનો ઝંડો લગાવેલી જીપમાં સ્ટંટ કરનાર બુટલેગર કાર્યકર્તાને પોલીસે દંડ્યો

જિલ્લાના ડુંગરી ગામ નજીક ભાજપ નો ઝંડો લગાવી ખુલ્લી જીપમાં એક યુવક જીવના જોખમે સ્ટંટ કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. કોસ્ટલ હાઇવે પર ભાજપનો ઝંડો લગાવેલી ખુલ્લી ચાલતી જીપમાં યુવક જીપના બોનેટ પર ઊભા રહીને જીવને જોખમમાં મૂકી આવો એક જોખમી સ્ટંટ કર્યો હતો. યુવકના આ સ્ટંટ નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બનતા ડુંગરી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ભાજપની ઝંડી લગાવેલા ખુલ્લી જીપમાં સ્ટંટ કરતાં પિનાકીન પટેલ નામના યુવકને ઝડપી પાડયો હતો. 

VALSAD માં ભાજપનો ઝંડો લગાવેલી જીપમાં સ્ટંટ કરનાર બુટલેગર કાર્યકર્તાને પોલીસે દંડ્યો

ઉમેશ પટેલ/ વલસાડ : જિલ્લાના ડુંગરી ગામ નજીક ભાજપ નો ઝંડો લગાવી ખુલ્લી જીપમાં એક યુવક જીવના જોખમે સ્ટંટ કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. કોસ્ટલ હાઇવે પર ભાજપનો ઝંડો લગાવેલી ખુલ્લી ચાલતી જીપમાં યુવક જીપના બોનેટ પર ઊભા રહીને જીવને જોખમમાં મૂકી આવો એક જોખમી સ્ટંટ કર્યો હતો. યુવકના આ સ્ટંટ નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો ચર્ચાનું કેન્દ્ર બનતા ડુંગરી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી ભાજપની ઝંડી લગાવેલા ખુલ્લી જીપમાં સ્ટંટ કરતાં પિનાકીન પટેલ નામના યુવકને ઝડપી પાડયો હતો. 

fallbacks

VADODARA માં આવ્યો એક નવો વાયરસ, તેની દવા નહી મળે તો ખેડૂતોની કમર તુટી જશે

પિનાક પટેલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં પિનાકીન પટેલ વલસાડ જિલ્લાના ઊંટડી ગામનો રહેવાસી છે. ગઈ 17મી તારીખે વલસાડ જિલ્લામાં કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશની યોજાયેલી જન આશીર્વાદ યાત્રા બાદ આ યુવકે ઘરે જતી વખતે ડુંગળીના કોસ્ટલ હાઇવે નજીક આ જોખમી સ્ટંટનો વિડિયો રેકોર્ડ કર્યો હતો. ત્યાર બાદ આ વીડિયો  સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો.

યુવકે ભાભીને કહ્યું ગાડીનો ગીયર નહી મારા જીવનનો ગીયર તારા હાથમાં આપી દેવો છે અને...

જો કે ભાજપની ઝંડી લગાવેલી ખુલ્લી જીપમાં જોખમી સ્ટંટનો વિડીયો વાયરલ થતાં મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. રાજકીય માહોલ ગરમાયો હતો. આથી પોલીસે મામલાને ગંભીરતાથી લઇ ભાજપની ઝંડી લગાવેલી ખુલ્લી જીપમાં જોખમી સ્ટંટ કરતા યુવક પિનાકીન પટેલની અટકાયત કરી હતી. સ્ટંટમાં વપરાયેલી ખુલ્લી જીપ પણ કબજે કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલ આરોપી અગાઉ પણ વલસાડના ડુંગરી ખાતે દારૂના ગુનામાં પકડાઇ ચુક્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More