Home> India
Advertisement
Prev
Next

Bengaluru: અમિતાભ બચ્ચનના નામ પર રજિસ્ટર્ડ કાર થઈ જપ્ત, ચલાવી રહ્યો હતો 'સલમાન ખાન'

કર્ણાટક પરિવહન વિભાગે રવિવારે રાત્રે બોલીવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના નામે રજિસ્ટર્ડ રોલ્સ રોયસ જપ્ત કરી હતી, જેને સલમાન ખાન નામનો ડ્રાઈવર ચલાવી રહ્યો હતો

Bengaluru: અમિતાભ બચ્ચનના નામ પર રજિસ્ટર્ડ કાર થઈ જપ્ત, ચલાવી રહ્યો હતો 'સલમાન ખાન'

બેંગલુરુ: કર્ણાટક પરિવહન વિભાગે રવિવારે રાત્રે બોલીવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનના નામે રજિસ્ટર્ડ રોલ્સ રોયસ જપ્ત કરી હતી, જેને સલમાન ખાન નામનો ડ્રાઈવર ચલાવી રહ્યો હતો. જોકે, બાદમાં જાણવા મળ્યું કે અમિતાભ બચ્ચન પાસેથી લક્ઝુરિયસ કાર ખરીદનાર બેંગ્લોરના વ્યક્તિએ પોતાના નામે વાહનનું રજીસ્ટ્રેશન કરાવ્યું નથી.

fallbacks

બિગ બી પાસેથી ખરીદી હતી કાર
અધિકારીઓએ કારના વર્તમાન માલિક બાબુને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા અને વાહન છોડાવવા કહ્યું છે. આ સિવાય વિભાગે 6 અન્ય લક્ઝરી કાર પણ જપ્ત કરી છે. વાસ્તવમાં પરિવહન વિભાગે બેંગલુરુના પોશ UB સિટી વિસ્તાર પાસે ટેક્સની ચુકવણી જરૂરી દસ્તાવેજોના અભાવ અને વીમા માટે અભિયાન ચલાવ્યું હતું.

આ પણ વાંચો:- Warning: ત્રીજી લહેરમાં દરરોજ 6 લાખ કેસ આવી શકે છે, માત્ર 7.6 ટકા લોકોને જ મળી સંપૂર્ણ રસી

રોલ્સ રોયસ કારના હાલના માલિક અને ઉમરાહ ડેવલપર્સના માલિક બાબુએ જણાવ્યું હતું કે, મેં બોલીવૂડ અભિનેતા અમિતાભ બચ્ચનને 6 કરોડ રૂપિયા આપીને આ રોલ્સ રોયસ સીધી ખરીદી છે. મેં એક જૂનું વાહન ખરીદ્યું હતું, જે 2019 માં અભિનેતાના નામે હતું. મેં રજીસ્ટ્રેશન માટે નામ બદલવા માટે અરજી કરી છે, પરંતુ કેટલાક કારણોસર તે થઈ શક્યું નથી.

આ પણ વાંચો:- દાવપેચ: અચાનક જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગ શા માટે થઈ?

કારમાં ફરવા નીકળી હતી દીકરી
તેમણે કહ્યું, 'અમારી પાસે બે રોલ્સ રોયસ કાર છે, બીજી નવી છે. મારા બાળકો રવિવાર અને રજાઓ દરમિયાન અમિતાભ બચ્ચનની કાર લે છે. મારી પુત્રી કારમાં મુસાફરી કરી રહી હતી જ્યારે તેને જપ્ત કરવામાં આવી. અધિકારીઓએ તેને શહેરની હદમાં નેલામંગલા સ્થિત આરટીઓ કચેરીમાં આવવાનું કહ્યું છે. તેમણે તેમને ઘરે છોડી દેવાની વિનંતી કરી હતી.

આ પણ વાંચો:- ખેડૂત આંદોલન પર સુપ્રિમ કોર્ટની ટિપ્પણી- 'વિરોધનો અધિકાર, પરંતુ ટ્રાફિક રોકી શકતા નથી'

કારના વર્તમાન માલિકે આગળ કહ્યું, 'મેં ટ્રાન્સપોર્ટ કમિશનર સાથે વાત કરી અને તેમને કહ્યું કે અમને કોઈ કારણ વગર પરેશાન ન કરો. તેમણે સમજાવ્યું કે શહેરમાં એક જ રજિસ્ટ્રેશન નંબર સાથે ઘણી કારો ચાલી રહી છે અને તેઓ તેના પર નજર રાખી રહ્યા છે. તેઓએ અમને કાનૂની દસ્તાવેજો રજૂ કર્યા બાદ કાર છોડવા કહ્યું છે, હું પણ આવું કરીશ.

આ પણ વાંચો:- 6 લાખ કરોડ રૂપિયાની સંપત્તિઓ લીઝ પર આપશે મોદી સરકાર, લોન્ચ થઈ આ સ્કીમ

પરિવહન વિભાગના અધિક કમિશનર નરેન્દ્ર હોલકરે જણાવ્યું હતું કે યોગ્ય દસ્તાવેજોના અભાવે રોલ્સ રોયસ કાર જપ્ત કરવામાં આવી છે. માલિકે અમિતાભ બચ્ચન દ્વારા સહી કરેલો પત્ર રજૂ કર્યો છે, જેમાં લખ્યું છે કે વાહન તેમને વેચવામાં આવી રહ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More