Home> Gujarat
Advertisement
Prev
Next

Fertilizer Shortage In Gujarat: ગુજરાતમાં ખાતરની અછત મુદ્દે સૌથી મોટા સમાચાર

Fertilizer Shortage In Gujarat: ગુજરાતમાં ખેતી માટે અત્યંત મહત્ત્વના એવા ખાતરની અછતનો મુદ્દો છેલ્લા કેટલાક સમયથી રાજકીય ગરમાવો લાવી રહ્યો છે. રાજ્યમાં વિપક્ષ આ મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે કેન્દ્ર સરકારના તાત્કાલિક હસ્તક્ષેપથી હવે ગુજરાતના ખેડૂતો અને સરકાર બંનેને રાહત મળી છે.

Fertilizer Shortage In Gujarat: ગુજરાતમાં ખાતરની અછત મુદ્દે સૌથી મોટા સમાચાર

Fertilizer Shortage In Gujarat : ગુજરાતના ખેડૂતો દ્વારા ખાતરની અછત અંગે સતત રજૂઆતો કરવામાં આવી રહી હતી. આ સંકટને વિપક્ષે સરકારની નિષ્ફળતા ગણાવી હતી અને સરકાર પર ખેડૂતો પ્રત્યે ઉદાસીનતા દાખવવાનો આરોપ લગાવ્યો હતો. આ સ્થિતિમાં કેન્દ્ર સરકારે તાત્કાલિક ધોરણે ગુજરાતને ખાતરનો નવો જથ્થો ફાળવીને વિવાદને શાંત પાડવાનો પ્રયાસ કર્યો છે.

fallbacks

જંત્રી ભાવવધારા માટે સરકારે કર્યું મોટું પ્લાનિંગ! ખેતી બેંકની AGMમા CMએ આપ્યો સંકેત

કેન્દ્રનો હસ્તક્ષેપ અને વિતરણ વ્યવસ્થા
કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલો ખાતરનો નવો જથ્થો સૌ પ્રથમ ગુજરાતના એવા જિલ્લાઓમાં મોકલવામાં આવશે જ્યાં અછત સૌથી વધુ છે. આ નિર્ણય પાછળનો હેતુ એ છે કે જ્યાં ખેડૂતોને તાત્કાલિક જરૂરિયાત છે, ત્યાં તેમને સૌ પ્રથમ ખાતર મળી રહે. આગામી થોડા દિવસો સુધી ગુજરાતને રોજ 8 થી 10 હજાર મેટ્રિક ટન ખાતરનો જથ્થો મળતો રહેશે, જેનાથી રાજ્યભરમાં ખાતરની ઉપલબ્ધતા સુનિશ્ચિત થશે. હાલમાં ગુજરાતના કેન્દ્રો પર 1 લાખ મેટ્રિક ટન ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે, જે વિતરણ માટે તૈયાર છે.

ગર્જનાથી ગાથા સુધી સાંભળો જય-વીરુની દંતકથા! ગીરના બે સિંહો મર્યા નથી…અમર બની ગયા!

સરકારની કંટ્રોલ રૂમની પહેલ
રાજ્ય સરકારે આ મુદ્દાને વકરતો અટકાવવા માટે તાત્કાલિક પગલાં લીધાં છે. તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ કંટ્રોલ રૂમ સ્થાપિત કરવામાં આવ્યા છે, જ્યાં ખેડૂતો ફોન કરીને ખાતરની ઉપલબ્ધતા અને વિતરણ અંગેની માહિતી મેળવી શકે છે. આ પહેલથી સરકાર ખેડૂતો સુધી સીધી પહોંચી રહી છે અને તેમની સમસ્યાઓનું નિવારણ લાવી રહી છે. આ પગલું માત્ર વહીવટી સરળતા માટે જ નહીં, પરંતુ રાજકીય રીતે પણ સરકારની સક્રિયતા દર્શાવે છે.

પાકિસ્તાનનો 'કુકર્મી' ક્રિકેટર...ઈંગ્લેન્ડમાં કર્યું 'ગંદુ કામ' તો પોલીસે દબોચ્યો...

તમને જણાવી દઈએ કે ખાતરની અછતનો આ મુદ્દો ખેડૂતો માટે મહત્ત્વનો હોવાથી રાજકીય પક્ષો માટે પણ સંવેદનશીલ બની રહ્યા હતા. હવે કેન્દ્રના સહયોગથી અને રાજ્ય સરકારની વ્યવસ્થિત વિતરણ યોજનાથી આ મુદ્દો શાંત પડી શકે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More