ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદના અમરાઇવાડી વિસ્તારમાં પોન્ઝી સ્કીમનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. આ કેસમાં સામેલ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. અમરાઈવાડીમાં રહેતા અને પાર્લરમાં નોકરી કરતા આરોપીએ દુકાને ખરીદી કરવા આવતા વૃદ્ધને ટાર્ગેટ કરીને પોતાની પોન્ઝી સ્કીમમાં ફસાવી દીધા હતા. આ ઉપરાંત ઠગ યુવકે અન્ય મેમ્બર લાવવાનું કહેતા વૃદ્ધે તેના સંબંધીઓ તથા ઓળખીતા લોકોને જોડે કુલ રૂ.36 લાખનું રોકાણ ડ્રોની સ્કીમમાં કરાવ્યું હતું.
વૃદ્ધ લોકોને બનાવતા ટાર્ગેટ
પોલીસ ગિરફ્તમાં આવેલ આરોપી ખાસ કરીને વૃદ્ધ લોકોને ટાર્ગેટ કરતા હતા. લોકોને સારા રિટર્નના સપના બતાવી 36 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આરોપીએ લોકો પાસેથી રૂપિયા મેળવી લીધા અને જ્યારે રૂપિયા પરત આપવાનો વારો આવ્યો ત્યારબાદ ઠગ યુવકે રૂપિયા આપવાના સમયે બહાના બતાડવા લાગ્યો હતો. વૃદ્ધ સહિત અન્ય લોકો રૂપિયાની ઉઘરાણી કરતા ઠગે પોતાની ઓળખાણ બહુ ઉંચે સુધી છે, અને ખુબ પહોંચેલો છે તેમ કહીને વૃદ્ધને હાંકી કાઢ્યા હતા. વૃદ્ધે આ મામલે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
આ પણ વાંચોઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધિશોની અણઆવડત! સરકારનો 9 કરોડનો ખર્ચ ગયો પાણીમાં....
ઘટનાની વાત કરીએ તો મહેસાણાના વતની અને હાલ અમરાઈવાડીમાં રહેતા રમેશ ભાઈ રાવત પરિવાર સાથે રહે છે અને નિવૃત્તિનું જીવન વિતાવે છે. વૃદ્ધની સામેની સોસાયટીમાં વિજય અગ્રવાલ રહે છે તે નજીકમાં આવેલા પાર્લરમાં તે નોકરી કરે છે. વૃદ્ધ ઘરની ચીજ વસ્તુની ખરીદી કરવા સારું આ પાર્લર પર જતા હોવાથી વિજય અગ્રવાલ સાથે પરિચય કેળવાયો હતો. વર્ષ 2014માં વિજય ભાઈએ વૃદ્ધને કહ્યું કે તે ડ્રોની સ્કીમ ચલાવે છે. અને તેના માટે જરૂરી સભ્યો જોઈએ છે. તેથી વૃદ્ધે પોતે અને સગા સંબંધીઓને જણાવીને આ ડ્રોની સ્કીમમાં રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ પોન્ઝી સ્કીમમાં માસિક રૂ.4 હજારનું રોકાણ કરવાનું તેવી જ રીતે રૂ.1 હજારનું રોકાણ મહીને કરવાની સ્કીમ શરુ કરી હતી. જેમાં 39 ડ્રો કરવામાં આવશે આ સાથે જે લોકોએ હપ્તા ઓછા ભર્યા હશે, તેમને આશ્વાસન ઇનામ પણ આપવામાં આવશે તેમ કહીને પરંતુ આ ત્રીસ મહિનાની પોન્ઝી સ્કીમ ઉભી કરીને ગઠીયાએ કુલ રૂ.36 લાખનું ફૂલેકું ફેરવી દીધું હતું.
નોંધનીય છે કે ફરિયાદી રૂપિયાની માંગણી કરી ત્યારે ઠગે ધમકી આપીને કહ્યું કે તમે મને હજુ ઓળખતા નથી મારું નેટવર્ક બહુ મોટું છે તમે ક્યાં ખોવાઈ જશો તમને ખબર પણ નહી પડે અને હવે તમારા રૂપિયા નહી મળે થાય તે કરી લેજો કહીને વૃદ્ધને ભગાડી મૂક્યા હતા. વૃદ્ધે આ મામલે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિજય અગ્રવાલની ધરપકડ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે