નવી દિલ્હીઃ ઈડીએ નેશનલ હેરાલ્ડ સંબંધિત મની લોન્ડ્રિંગ કેસમાં કોંગ્રેસ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં સામ પિત્રોડાનું નામ પણ સામેલ છે. ઈડીએ રાઉઝ એવેન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. કોર્ટે આ મામલામાં આરોપો પર સંજ્ઞાન લેવા માટે સુનાવણી માટે 25 એપ્રિલની તારીખ નક્કી કરી છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે કથિત નેશનલ હેરાલ્ડ મની લોન્ડ્રિંગ કેસમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને કોંગ્રેસના ઓવરસીઝ વડા સામ પિત્રોડા વિરુદ્ધ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં પ્રોસિક્યુશન ફરિયાદ દાખલ કરી છે. આ ચાર્જશીટમાં સુમન દુબે અને અન્ય લોકોના નામ પણ સામેલ છે.
આ પ્રથમવાર છે જ્યારે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ ચાર્જશીટ કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ અને ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાની હરિયાણામાં એક રિયલ એસ્ટેટ ડીલ સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગના આરોપો પર તપાસ એજન્સીઓ તરફથી પૂછપરછના થોડા કલાકો બાદ દાખલ કરવામાં આવી છે.
કેન્દ્રીય તપાસ એજન્સી ઈડીએ AJL એટલે કે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ અને યંગ ઈન્ડિયાની અત્યાર સુધી આશરે 751.9 કરોડ રૂપિયાની કિંમતની પ્રોપર્ટી જપ્ત કરી છે. આરોપ છે કે કરોડોની કિંમતની આ પ્રોપર્ટી ખોટી રીતે કરેલી કમાણીથી ખરીદવામાં આવી હતી. ઈડીએ PMLA હેઠળ જપ્તીની આ કાર્યવાહી દિલ્હી, મુંબઈ અને લખનઉમાં કરી હતી.
Seizing the assets of the National Herald is a state-sponsored crime masquerading as the rule of law.
Filing chargesheets against Smt. Sonia Gandhi, Rahul Gandhi, and some others is nothing but the politics of vendetta and intimidation by the PM and the HM gone completely…
— Jairam Ramesh (@Jairam_Ramesh) April 15, 2025
કોંગ્રેસ નેતૃત્વ ચૂપ નહીં રહેઃ જયરામ રમેશ
કોંગ્રેસે આ કાર્યવાહીને બદલાની રાજનીતિ ગણાવી છે. કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે કહ્યુ- "નેશનલ હેરાલ્ડની સંપત્તિ જપ્ત કરવી એ કાયદાના શાસન તરીકે ઢંકાયેલો રાજ્ય પ્રાયોજિત અપરાધ છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કેટલાક અન્ય લોકો સામે ચાર્જશીટ દાખલ કરવી એ બદલાની રાજનીતિ અને પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી દ્વારા ધાકધમકી સિવાય બીજું કંઈ નથી. કોંગ્રેસ અને તેનું નેતૃત્વ ચૂપ રહેશે નહીં. સત્યમેવ જયતે."
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે