Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પ્રેરક શાહની બિનહરીફ વરણી, જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર

Ahmedabad BJP President: ગુજરાત ભાજપના સંગઠનના બાકી રહેતા જિલ્લા ભાજપ અને શહેર ભાજપના પ્રમુખોના નામની જાહેરાત કરવામાં આવી છે. અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પ્રેરક શાહના નામની જાહેરાત કરવામાં આવી છે.

અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પ્રેરક શાહની બિનહરીફ વરણી, જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર કર્યા પ્રહાર

Ahmedabad BJP President: અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ તરીકે પ્રદેશ પ્રવક્તા પ્રેરક શાહને જાહેર કરવામાં આવ્યા છે. આજે ઇન્કમટેક્સ ખાતે દિનેશ હોલમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી તેમજ ચૂંટણી અધિકારી પ્રદીપભાઈ ખીમાણીની હાજરીમાં શહેર ભાજપ સંગઠનની બેઠક યોજાઈ હતી. શહેર સંગઠનના હોદ્દેદારોની હાજરીમાં ચૂંટણી પ્રક્રિયામાં સર્વાનુમતે પ્રેરક શાહના નામ પર મહોર મારવામાં આવી હતી.

fallbacks

અમદાવાદમાં ઈન્કમટેક્સ ખાતે દિનેશ ગોલમાં ભાજપ સંગઠનની બેઠકમાં વર્તમાન શહેર પ્રમુખ અમિત શાહે પ્રેરક શાહના નામની દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તને સાંસદ નરહરિ અમિન, જગદીશ વિશ્વકર્મા, દર્શના વાઘેલા, મેટર પ્રતિભા જૈન, સાસંદ દિનેશ મકવાણા, ધારાસભ્ય અમુલ ભટ્ટ, અમિત ઠાકરે સહિતના ભાજપના આગેવાનોએ ટેકો આપ્યો હતો. તેમજ કોઈ કાર્યકર્તાઓએ ઉમેદવારી ન નાધાવતા પ્રેરક શાહ બિન હરીફ ચૂંટાયા આવ્યા હતા.  સમગ્ર મામલે જીતુ વાઘાણી દ્વારા પ્રેરક શાહના નામની જાહેરાત કરવામાં આવી છે. એટલે કે અમદાવાદ શહેર પ્રમુખ તરીકે હવે પ્રેરક શાહનું નામ સામે આવ્યું છે. 

રાજ્યના વાતાવરણમાં આવશે પલટો! મે મહિનાના પહેલા સપ્તાહમાં આ જિલ્લામાં વરસાદની આગાહી

પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીનું નિવેદન 
ભાજપ સંગઠનની બેઠકમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અને ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીએ નિવેદન આપતા જણાવ્યું કે, પ્રદેશ તરફથી મને અમદાવાદના શહેર પ્રમુખની જાહેરાત માટે મોકલવામાં આવ્યો હતો. કર્ણાવતી એ વિશેષ પ્રકારે કામ કરતા કાર્યકર્તાઓનો સમૂહ છે. અમદાવાદથી જ નરેન્દ્ર મોદી ચૂંટાઈને વડાપ્રધાન થયાનું ગૌરવ અમદાવાદને મળ્યું છે, ભાજપમાં હાથમાં કવર આપે તો પણ ખબર ન હોય કે કવરમાં શું છે. ભાજપની આ જ પ્રથા રહેલી છે. ક્યારેય કોઈ પૂછતું નથી કે કવર માં શું છે, આંતરિક લોકશાહી જો ક્યાંય બચી હોય તો એ ભાજપમાં જ છે.

પીએમના નિવાસસ્થાને હાઈ લેવલ મિટિંગ, NSA-CDS સહિત ત્રણેય દળોના વડાઓ હાજર

જીતુ વાઘાણીના કોંગ્રેસ પર પ્રહાર
પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, અમદાવાદમાં રાહુલ ગાંધી આવીને ગુજરાત હાથમાં લે એ શરમજનક છે. દિલ્હીથી રાહુલ ગાંધીને ગુજરાત આવવું પડે એનો મતલબ કોંગ્રેસમાં અહી બધા નમાલા છે. 2027માં નવો ઇતિહાસ રચાશે જેમાં કોંગ્રેસ વધુ ખરાબ રીતે હારશે. કોંગ્રેસના જે નેતાઓને ગુજરાત હાથમાં લેવું હોય તે લઈ શકે છે. અમદાવાદમાં ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસને કંઈ હાથમાં આવવા દે એમ નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More