Pahalgam Terrorist Attack: પીએમ મોદીએ પહેલગામ હુમલા પર કાર્યવાહી કરવા માટે સેનાને છૂટ આપી છે. આજે સાંજે પ્રધાનમંત્રી નિવાસસ્થાને યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં પ્રધાનમંત્રી દ્વારા ત્રણેય સેનાના વડાઓને આ પ્રકારની સ્વતંત્રતા આપવામાં આવી છે. પીટીઆઈએ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે, આ બેઠકમાં વડાપ્રધાને કહ્યું કે, આતંકવાદને યોગ્ય જવાબ આપવાનો આપણો રાષ્ટ્રીય સંકલ્પ છે.
આ સાથે વડાપ્રધાન મોદીએ ભારતીય સશસ્ત્ર દળોની વ્યાવસાયિક ક્ષમતાઓમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો અને કહ્યું કે, તેઓ ત્રણેય સેનાના વડાઓને ક્યારે અને ક્યાં કેવા પ્રકારની કાર્યવાહી કરવી તે નક્કી કરવાની સ્વતંત્રતા આપી રહ્યા છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, સશસ્ત્ર દળોને બદલો લેવાની પદ્ધતિ, કયા સ્થાન પર હુમલો કરવો અને કયા સમયે હુમલો કરવો તે નક્કી કરવાનો સંપૂર્ણ અધિકાર આપવામાં આવ્યો છે.
New Tax Regimeમાં પણ મળશે હોમ લોન પર છૂટનો ફાયદો! આ રીતે બચાવી શકો છો 2 લાખ
દોઢ કલાક ચાલી ઉચ્ચ સ્તરીય બેઠક
પીએમ નિવાસસ્થાને યોજાયેલી ઉચ્ચ-સ્તરીય બેઠકમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ અનિલ ચૌહાણ, ત્રણેય સેવા વડાઓ, એટલે કે આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, વાયુસેના ચીફ એર ચીફ માર્શલ એપી સિંહ અને નૌકાદળના વડા એડમિરલ દિનેશ ત્રિપાઠી પણ હાજર રહ્યા હતા. આ પહેલી વાર છે જ્યારે ત્રણેય સેનાના વડાઓએ આટલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભાગ લીધો હોય. આ મુલાકાત લગભગ દોઢ કલાક ચાલી હતી.
18 મહિના સુધી આ રાશિઓની મોજ,18 વર્ષ બાદ શનિના ઘરમાં રાહુના ગોચરથી થશે રૂપિયાનો વરસાદ
પીએમ મોદીને મળવા પહોંચ્યા અમિત શાહ
હવે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેમને મળવા માટે વડાપ્રધાનના નિવાસસ્થાને પહોંચ્યા છે. મંગળવારે બપોરે ગૃહ મંત્રાલયમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન, બીએસએફ, આસામ રાઇફલ્સ અને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના મહાનિર્દેશકો પણ હાજર હતા. તેમાં CRPF, SSB અને CISF ના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતો. આ બધી કવાયતો બુધવારે યોજાનારી CCS બેઠક પહેલા થઈ રહી છે. બુધવારે પીએમની અધ્યક્ષતામાં રાજકીય બાબતોની કેબિનેટ સમિતિ (CCPA) ની બેઠક પણ યોજાવાની છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે