અમદાવાદ : ગુજરાતમાં કુદરત રૂઠી હોય તે પ્રકારે એક પછી એક કુદરતી આફતો આવી રહી છે. જેમાં સૌથી વધારે ગુજરાતનો ખેડૂત પરેશાન થયો છે. અતિવૃષ્ટી બાદ વાવાઝોડા અને તોફાનને કારણે ખેડૂતોની સીઝન નિષ્ફળ જઇ ચુકી છે. ત્યારે ઉત્તર ગુજરાતનાં મહત્વનાં પાક તેવા જીરૂનો પાકની લણણીના સમયે જ તીડના હૂમલાના કારણે ખેડૂતોની બીજી સિઝન પણ નિષ્ફળ જવાની ભીતી પેદા થઇ છે.
(તીડની આદતોનો અભ્યાસ કરવા માટે ટીમ દ્વારા ડ્રોન ઉડાવવામાં આવ્યું)
પાકિસ્તાન તરફથી થયેલા તીડના આક્રમણને કારણે ઉત્તગુજરાતનાં ત્રણ જિલ્લાઓ ખુબ જ પ્રભાવિત થયા છે. બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણના ખેડૂતોને સૌથી વધારે અસર થઇ છે. જ્યારે સરકારના મંત્રીઓ અને પ્રદેશ પ્રમુખ પણ જ્યારે સ્વિકારી ચુક્યા હતા કે આ કુદરતી આપતી છે અને આપણે પાંગળા છીએ માત્ર ભગવાન પર જ ભરોસો રાખી શકાય. આવા સમયે ખેડૂતો માટે ડ્રોન બન્યું છે તારણહાર.
(ઉંડાણપુર્વક અભ્યાસ કર્યા બાદ ખાસ પ્રકારની દવાનો ડ્રોન દ્વારા જ કરવામાં આવ્યો છંટકાવ)
મુખ્યમંત્રી વિજય રૂપાણીનો દાવો, સમગ્ર દેશમાં ગુજરાતમાં સૌથી ઓછો બેરોજગારી દર
ડ્રોનથી તીડનો સફાયો કરવા અંગે પ્રાઇમ UAV ના પ્રદીપ પટેલ જણાવે છે કે, ''આ સમગ્ર ઓપરેશન ત્રણેક દિવસ ચાલ્યું. શરૂઆતના 2 દિવસ સુધી તીડના વર્તન અને તેના બેસવાના સ્થળોનો અભ્યાસ કર્યો. તીડ કેવા સ્થળ પર બેસે છે, કઇ દિશામાં ઉડે છે. કેટલા પ્રમાણમાં ઉડે છે. ક્યારે ઉડે છે અને કઇ વસ્તુથી સૌથી વધારે ગભરાય છે વગેરે જેવી આદતોનો અભ્યાસ કર્યો હતો. તીડ સામાન્ય રીતે રાત્રે ઝાડ પર બેસતા હોય છે અને સવારે 9 વાગ્યા બાદ ફરી ઉડવાનું શરૂ કરતા હોય છે. જેથી વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં તીડના ઝુંડ પર ડ્રોનથી રાસાયણીક દવાનો છંટકાવ કરાયો. આ પ્રાથમિક ધોરણે કરાયેલી કામગીરીમાં સારી સફળતા મળી અને તીડનો સફાયો કરી શકાયો.
(દવાના છંટકાવની સાથે જ સમગ્ર વિસ્તારનાં તમામ તીડનો નાશ થયો હતો)
દિલ્હી વિધાનસભા અને ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં કોંગ્રેસનો વિજય થશે-રાજીવ સાતવ
ભારત સરકારનાં નિષ્ણાંત વૈજ્ઞાનિકો અને ગુજરાત સરકારનાં અધિકારીઓને સાથે રાખીને આ કંપની દ્વારા એક ખાસ ડ્રોન વિકસાવવામાં આવ્યું. આ ડ્રોન 10 લિટર દવા લઇને ઉડે છે. જે વિસ્તારમાં તીડ હોય ત્યાં 12 મિનિટ સુધી ઉડીને આ દવાનો છંટકાવ કરે છે અને તમામ તીડનો તત્કાલ નાશ થાય છે. આ કંપનીનાં વૈજ્ઞાનિકોએ ખાસ નોંધ્યું કે, તીડ રાત્રે અને ખાસ કરીને સવારે 6થી 9 વાગ્યા દરમિયાન નથી ઉડતા. જેથી આ કંપની દ્વારા આ સમયગાળા દરમિયાન જ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે